________________
ગુજરાતી અનુવાદ પુદ્ગલ અને જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૩
૩૯ પરમાણુપુદ્ગલેની, દ્વિદેશી વગેરે ધોની અને જીવની ગતિ એક પ્રકારની હોય છેઅનુશ્રેણિરૂપ, એમાંથી પરમાણુપુગલે અને દ્વિદેશી આદિ સ્કંધની અનુશ્રેણિ ગતિ જ હોય છે.
જીવની ગતિ એક પ્રકારની હોય છે– અનુશ્રેણિ રૂપ પોતાના શરીરની અવગાહના જેટલા આકાશના પ્રદેશની હરોળને શ્રેણિ કહે છે–અમૂત્ત ક્ષેત્રને પરમાણું પ્રદેશ કહેવાય છે. તે ઘણાંજ બારીક હોય છે અને નિરન્તર વ્યાપ્ત રહે છે. આકાશના પ્રદેશની પંક્તિ અર્થાત્ શ્રેણી જીવગતિની અપેક્ષાથી અસંખ્યાતા પ્રદેશેવાળી હોય છે. પુદ્ગલગતિની અપેક્ષાથી મોતીના હાર જેવી એક–એક આકાશપ્રદેશની રચના વાળી પણ સમજી લેવી જોઈએ.
પરમાણુપુલનું તેટલી જ શ્રેણીમાં અવસ્થાન હોય છે પરંતુ ક્રિપ્રદેશી વગેરે પુગલેનું તેટલું અને તેથી વિશિષ્ટ શ્રેણીમાં અવસ્થાન હોય છે. આ રીતે અપ્રદેશી સ્કંધ પર્યન્ત પુદ્ગલદ્રવ્યના વિષયમાં પણ કહી દેવું જોઈએ,
શ્રેણી અનુસાર જે ગતિ થાય તે અનુશ્રેણિ કહેવાય છે –
જેમાં મિલન અને વિયેગ જોવામાં આવે તેને પુગલ કહે છે. તે પુદ્ગલેની તથા સંસારી જેની ઉંચી નીચી અથવા તિછી જે ગતિ થાય છે તે આકાશના પ્રદેશની શ્રેણી અનુસાર થાય છે.
પગલોનો અવગાહ લાંબો હોય છે. એવી જ રીતે ઉપર-નીચે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પર્યન્ત જે શ્રેણિઓ છે તે શ્રેણિઓમાં જ ગતિ થાય છે-તેમને ભેદીને કદાપી પુદ્ગલે ગમન કરતા નથી.
આ રીતે છે અને પુદ્ગલેના અવગાહરૂપ આકાશના પરમાણુરૂપ અમૂર્ત પ્રદેશોની લાંબી શ્રેણી અસંખ્યાત પ્રદેશની હોય છે પરંતુ તે જીવના ગમનમાં જ હોય છે. પુદ્ગલેના ગમનમાં તે સંખ્યાત પ્રદેશવાળી શ્રેણી પણ હોય છે. આ પ્રકારની શ્રેણીમાં જ ગમન થાય છે. આકાશના પ્રદેશની જે શ્રેણી છે તે પ્રમાણે જ જીવો અને પુદ્ગલેની ગતિ થઈ શકે છે.
સ્વતઃ ગતિ પરિણામને પામેલા જીવની દેશાંતર પ્રાપ્તિ રૂ૫ ગતિ આકાશશ્રેણીનું ઉલ્લંઘન નહીં કરીને, ગતિના કારણભૂત તથા સમસ્ત લેકમાં વ્યાપ્ત ધર્મદ્રવ્યના નિમિત્તથી થાય છે. પરભવમાં જવા માટે અભિમુખ થયેલે જીવ મનકિયાવાળું હોવાથી જે આકાશપ્રદેશની મદદ લઈને શરીરનો ત્યાગ કરે છે, તેનું ભેદન ન કરતે થકે, ઉપર, નીચે અથવા મધ્ય દેશાન્તરમાં ગતિ કરે છે. તેની અનુશ્રેણી ગતિ હોય છે.
આગળ જતા ધર્માનિકાયને અભાવ હોવાથી લોકના પર્યન્ત ભાગમાં ગતિ એક થઈ જાય છે. લોકના નિષ્ફટ-પર્યત જેવા નિશ્ચલ ઉપપાતન ક્ષેત્રના વશથી જીવ ધર્માસ્તિકાયની સહાયતાથી વાંકી ગતિ કરે છે. પુદ્ગલેની પણ પરપ્રેરણુ વગર જે સ્વાભાવિક ગતિ હોય છે તે અનુશ્રેણી રૂપ જ હોય છે. જેવી રીતે પરમાણુ પૂર્વદિશાના કાન્તથી પશ્ચિમ દિશાના કાન્ત સુધી એક સમયમાં પ્રાપ્ત થાય છે. વસ્તુગતિના અનુરોધથી સૂત્ર દ્વારા પ્રતિબન્ધન કરવામાં આવેલ છે.
બીજાની પ્રેરણાની અપેક્ષાથી પુદ્ગલેની પણ અનુશ્રેણી રૂપ પણ ગતિ હોય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના રૂપમાં શતકમાં, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે–
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧