SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ છ ભાવેાના ભેદનું નિરૂપણ સૂ. ૧૫ ૨૩ આગળ આ રીતે બધા મળીને ઔદિયક ભાવના ૨૧ ભેદ હેાય છે, જો કે અનુયેાગદ્વાર સૂત્રમાં છ ભાવાના પ્રકરણમાં ઔદિયકભાવના ઘણા ભેદ બતાવવામાં આવ્યા છે, જેમનુ કથન કહેવાશે. તા પણ તે બધા ઔયિક ભાવેાના સૂત્રમાં કહેલા ૨૧ ભેદોમાંજ સમાવેશ થઈ જાય છે આથી કોઈ દોષ સમજવા ન જોઈએ. અનુયેાગદ્વાર સૂત્રનુ કથન આ પ્રકારે છે— ઔદયિકભાવ કેટલા પ્રકારના છે ? એ પ્રકારના–ઔદયિક અને ઉદય નિષ્પન્ન. ઔદયિક ભાવ શું છે ? ઔયિક ભાવ આઠ ક પ્રકૃતિના ઉદયથી થાય છે તેજ ઔયિક છે. ઉદય નિષ્પન્ન શુ છે ? ઉડ્ડય નિષ્પન્ન એ પ્રકારનાં છે-જીવાયનિષ્પન્ન અને અજીવેાદય નિષ્પન્ન. જીવાયનિષ્પન્ન કોને કહે છે ? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કે—નૈયિક તિર્યંચ, મનુષ્ય, દેવ, પૃથિવીકાયિકત્રસકાયિક, ક્રાધકષાયી લાભકષાયી–સ્રીવેદક, પુરુષવેદક, નપુ’સકવેદક, કૃષ્ણલેશ્યાવાળા યાને શુકલલેશ્યાવાળા, મિથ્યાદષ્ટિ, અવિરત, અસ ંગી, અજ્ઞાની, આહારક. છદ્મસ્થ. સયેાગી, સ'સારમાં રહેલ જે સિદ્ધ થએલ નથી તે જીવાય નિષ્પન્ન છે. હવે અજીવેાયનિષ્પન્ન શું છે ? તે પણ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કેઔદારિક શરીર, ઔદારિકશરીરપ્રયાગપારિણામિક દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિયશરીર પ્રયાગપારિણામિક દ્રવ્ય આજ રીતે આહારક શરીર, તેજસ શરીર કા`ણુ શરીર પણ કક્ડી લેવુ જોઇએ. પ્રયાગપરિણામિક ણુગંધ રસ સ્પર્શ એ બધા અજીવાદપનિષ્પન્ન છે. આ ઉદયનિષ્પન્નનું વર્ષોંન પુરૂ થયું અને તેની સાથે ઔદયિકભાવનું પ્રતિપાદન પણ સંપૂર્ણ થયું. ઔપશમિકભાવ સંક્ષેપથી એ પ્રકારના છે-સમ્યક્ત્વ અને ચારિત્ર. અનુયે ગદ્વારસૂત્રમાં ઔપશમિક ભાવના પણ અનેક ભેદ કહેવામાં આવ્યા છે પરંતુ આ સૂત્રમાં ટુંકમાં જ વન છે આથી સમ્યક્ત્વ તથા ચારિત્ર આ બને ભેદોમાં જ તે સઘળાના અન્તર્ભાવ સમજી લેવા. જોઈ એ. અનુયાગદ્વારમાં કહ્યું છે— ઔપમિક ભાવ કેટલા પ્રકારના છે ? ઔપશમિક ભાવ એ પ્રકારના છે...ઔપશમિક તથા ઉપશમનિષ્પન્ન. ઔપશમિક ભાવ શું છે? મેહનીય કર્માંના ઉપશમથી ઔપશમિક ભાવ ઉત્પન્ન થાય છે. ઉપશમનિષ્પન્ન ભાવ શું છે ? ઉપશમનિષ્પન્નના અનેક ભેદ છે જેવા કે—ઉપશાન્તક્રાય, ઉપશાન્તલેાભ, ઉપશાન્તરાગ, ઉપશાન્તદ્વેષ, ઉપશાન્તદશ નમેહનીય, ઉપશાન્તચારિત્રમેહનીય, ઉપશાન્ત સમ્યક્ત્વલબ્ધિ, ઉપશાન્ત ચારિત્રલબ્ધિ, ઉપશાન્તકષાય છદ્મસ્થવીતરાગ અહીં ઉપશમનિષ્પન્ન અને ઔષશમિકભાવનું નિરૂપણ સમાપ્ત થયું જેનુ સ્વરૂપ પહેલા કહેવાઈ ગયુ તે ક્ષાયિક ભાવના નવ ભેદ છે—(૧) જ્ઞાન (૨) દર્શન (૩) દાન (૪) લાભ (૫) લેગ (૬) ઉપભાગ (૭) વી†, (૮) સમ્યક્ત્વ તથા (૯) યથાખ્યાત ચારિત્ર. સમસ્ત જ્ઞેય પદાર્થાને જાણવાવાળા અર્થાત્ સમ્પૂર્ણ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન જ આહીં “જ્ઞાન” શબ્દથી ગ્રહણ કરવુ જોઈએ. કેવળજ્ઞાન સિવાયના બાકીનાં ચાર જ્ઞાન ક્ષાયિક નહીં પરંતુ ક્ષાયેાપશામિક છે કારણ કે તેઓ જ્ઞાનાવરણ કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે. દન શબ્દથી અત્રે સમ્પૂર્ણ દેશનાવરણુક ના ક્ષયથી અસ્તિત્વમાં આવનાર કેવળદર્શીન જ સમજવુ જોઈએ, ચક્ષુર્દશનાદિ નહીં. ચક્ષુદ`નાદિ ક્ષાયિક થઈ શકે, નહીં. તે ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે, સ્વને ત્યજી દેંવું તેને દાન કહે છે. આ દાન સમ્પૂર્ણ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy