________________
ગુજરાતી અનુવાદ
જીના છ ભાવનું કથન સૂ. ૧૪ એટલા માટે એજ માનવું ગ્ય છે. કે પારિણામિક ભાવ અનાદિ કાળથી પ્રસિદ્ધ છે અને તેજ સમસ્ત ભાવોને આધારે છે. તેના વગર કોઈ પણ ભાવની નિષ્પત્તિ થતી નથી. સિદ્ધ થવા યોગ્ય ભાવ ભવ્યત્વ અને સિદ્ધ ન થવાયેગ્ય ભાવ અભવ્યત્વ કહેવાય છે.
સન્નિપાત જેનું પ્રયોજન હોય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ છ એ ભાવે જીવ પર્યાયની વિવક્ષા થવા પર જીવના સ્વરૂપ કહેવાય છે.
કુમથી થનારી અવસ્થાઓ પર્યાય કહેવાય છે. જેમાં માટીને ઘડે, ઠીંકરા કપાલિકા-શકેરા વિગેરે પર્યાય છે, જે એકની પછી બીજા પર્યાયને પ્રાપ્ત થાય છે. તે દ્રવ્ય છે. દાખલા તરીકે– માટી. એવી રીતે કર્મને ઉદય થવાથી ઉત્પન્ન થના ભાવ ઔદયિક કહેવાય છે. તપ, સંયમ, વૈરાગ્ય વગેરેના કારણે અનુદય રૂપ કર્મના ઉપશમથી ઉત્પન્ન થનારો ભાવ પથમિક કહેવાય છે. જેમ પાણીમાં ગંદકી ઉત્પન્ન કરનાર કાદવ જયારે ફટકડી આદિ રસાયણિક દ્રવ્યોના સંબંધથી તળીએ બેસી જાય છે. તે પાણી સ્વચ્છ થઈ જાય છે.
અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તનાં અનુસંધાનથી જ્ઞાનાવરણ આદિ કર્મમળને ક્ષય થઈ જવાથી નિર્મળતા ઉત્પન્ન કરવા વાળે ભાવ ક્ષાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મના ક્ષયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક ભાવ કહેવાય છે. જેમ કચરો જુદો પાડેલ, નિર્મળ તથા સ્ફટિક પાત્રની અંદર રાખેલા જળમાં મલીતાને અત્યંત અભાવ થઈ જાય છે
જે ભાવ કર્મના ઉપશમ વિગેરેની અપેક્ષા રાખતું નથી પરંતુ સ્વભાવથી જ થાય છે તે ચૈતન્ય આદિ પારિણમિક ભાવ કહેવાય છે એવી જ રીતે ઔદયિક વગેરે ભાવેના સનિપાતથી અર્થાત્ ગંદકીથી ઉત્પન્ન થનારે ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
આમાં ઔદયિક આદિ પાંચ ભા કર્મોદય આદિની અપેક્ષાથી થવાના કારણે નૈમિત્તિક છે, પરંતુ ચેતનત્ય આદિ રૂપ પારિમિક ભાવ સ્વાભાવિક હોય છે તેમાં કર્મના ઉદય આદિની અપેક્ષા રહેતી નથી. આ જ છ પ્રકારના ભાવ ભવ્ય અથવા અભવ્ય જીનું સ્વરૂપ કહેવાય છે. - આ છ પ્રકારના ભાવોમાંથી મિથ્યાષ્ટિ અને અભવ્ય જીને ઔપશમિક અને ક્ષાયિક ભાવ કદાપી થતાં નથી. આ બંને ભાવ ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. પરિણામિક, ઔદયિક, ક્ષાપશમિક અને સાન્નિપાતિક ભાવ ભવ્ય અને અભવ્ય-બંનેમાં જ મળે છે.
મિશ્રભાવ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે તે કંઈક-કંઈક ઓલવાયેલી અને કંઈકંઈ શાંત અગ્નિના જેવો છે. ઉદયાવલિકામાં પ્રવિણ (પેસેલા) કર્મને ક્ષય થઈ જવાથી તથા ક્ષેત્ર કર્મને અનુક થવા પર-આ રીતે બંનેની અવસ્થામાં ક્ષયે પશમિક (મિશ્ર) ભાવની ઉત્પતિ થાય છે.
શંકા-પશમિક ભાવ અને ક્ષાયોપથમિક ભાવમાં કોઈપણ તફાવત નથી કારણ કે ઔપશમિક ભાવમાં પણ ઉદિત-ઉદ્યાવલિકામાં પ્રવિષ્ટ કર્મને ઉદય થતું નથી અને અનુદિત કર્મ ઉપશાન રહે છે.
સમાધાન-યોપશમલાપમાં કર્મને ઉદય પણ રહે છે. ત્યાં પ્રદેશ પણાથી કર્મનું વેદન સ્વીકાર કરવામાં આવ્યું છે પરંતુ તે વિધાનકારી હોતું નથી અર્થાત્ ત્યાં વિપાકની વેદના થતી નથી-ઉપશમ અવસ્થામાં કર્મને પ્રદેશદય પણ થતું નથી. આ જ આ બંનેમાં અન્તર છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧