________________
ગુજરાતી અનુવાદ
પ્રકારાન્તરથી જીવના બે ભેદોનું કથન સૂ. ૮ ૧૩ તે આહારપર્યાપ્તિ છે. શરીર રૂપ કરણની નિષ્પત્તિ થવી તે શરીરપર્યાપ્તિ છે એજ પ્રમાણે ઈન્દ્રિયપર્યાપ્તિ વગેરે પણ જાણી લેવા જોઈએ જે છે આ પ્રકારની પર્યાપ્તિઓથી યુક્ત હોય છે તે પર્યાપ્ત કહેવાય છે. જે જે આહાર વગેરે પર્યાપ્તિઓથી રહિત હોય છે તેમને અપર્યાપ્ત કહે છે પસૂત્ર છા
તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં સૂમ અને બાદરના ભેદથી જીવોનાં ભેદ કહેવામાં આવેલ છે. હવે તેમના જ પ્રકારાન્તરથી બે ભેદ દર્શાવવા માટે કહીએ છીએ-તે જે પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી પુનઃ બે પ્રકારના છે. પર્યાપ્તિ અર્થાત્ શક્તિ ૬ પ્રકારની છે. (૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ. કઈ છે આહાર વગેરે પર્યાપ્તિથી યુકત હોય છે અને કઈ-કઈ તેનાથી રહિત હોય છે. તેઓ જ્યાંસુધી પૂર્ણ પર્યાપ્તિ નથી બાંધતા ત્યાંસુધી અપર્યાપ્ત કહેવાય છે. આ કારણથી કઈ જીવ પર્યાપ્ત અને કેઈ અપર્યાપ્ત કહેવાય છે માસૂત્ર છા
बेइंदिय तेइंदिय इत्यादि મૂલાર્થ –બે ઇન્દ્રિય, ત્રણદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ છે. સૂ) ૮
તત્વાર્થદીપિકા–વસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવ બે પ્રકારના કહેવાઈ ગયા છે. હવે તે ત્રસ અને સ્થાવર જીનું સ્વરૂપ ક્રમશઃ વિસ્તારપૂર્વક કહીએ છીએ.
બે ઇન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિદ્રિય, પંચેન્દ્રિય અને ચ શબ્દને ગ્રહણ કરવાથી બાદર તેજસ્કાયિક તથા વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે.
આ પિકી જે જ સ્પર્શ અને જીભ એ બે ઈન્દ્રિયોથી યુકત હોય છે તે બેઈન્દ્રિય કહેવાય છે. જેવા કે-શંખ, છીપ, કેડી વગેરે / જેઓને સ્પર્શ, જીભ તથા નાક એ ત્રણ ઈન્દ્રિ છે તે ત્રણ ઇન્દ્રિયવાળા જીવ કહેવાય છે જેવા કે-કંથવા, વિંછી શતપદી ઇગોપ, જ લીખ, માંકડ, કીડી વગેરે ! સ્પર્શ જીભ, નાક તથા આંખ, ધારણ કરનારા ચતુરિન્દ્રય જીવે છે જેવા કે-ડાંસ, મચ્છર, પતંગીયા, ભમર વીંછી વગેરે ! અંડજ (ઇંડામાંથી ઉત્પન્ન થનારા) પિતજ, તથા જરાયુજ ચામડાની પાતળી કેથળીમાંથી ઉત્પન્ન થનાર જીવ-પંચેન્દ્રિય કહેવાય છે. સૂ૦ ૮
તત્વાર્થનિયુકિત–વસ અને સ્થાવરના ભેદથી સંસારી જીના બે ભેદ કહેવાઈ ગયા છે. હવે તેમનું વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર કહીએ છીએ.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય અને પંચેન્દ્રિય તથા “ચ” શબ્દના ગ્રહણથી બાદર તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે. એમાં કૃમિ વગેરે બેઇન્દ્રિય કડિ વગેરે તેઈન્દ્રિય ભ્રમર વગેરે ચઉઈન્દ્રીય તથા મનુષ્ય વગેરે પંચેન્દ્રિય જાણવા જોઈએ. “જીવાભિગમની પહેલી પ્રતિપત્તિના, ર૭માં સૂત્રમાં કહ્યું છે-ઉદાર ત્રસ પ્રાણી કેટલા પ્રકારનાં છે-બેઈન્દ્રિય તેઈન્દ્રીય ચઉરીન્દ્રીય તથા પંચેન્દ્રિય. જે જેમાં સ્પર્શન તથા જીભ બે ઈન્દ્રી હોય તે બેઈન્દ્રીય. એવી જ રીતે જેઓ સ્પશન જીભ તથા નાક એ ત્રણ ઇન્દ્રિયવાળા હોય તે તેઈન્દ્રિય કહેવાય છે. તેમાં આંખ ઉમેરાતાં ચાર ઇન્દ્રિયવાળા જીવો તથા સ્પર્શન જીભ, નાક આંખ તથા કાનવાળા જી પંચેન્દ્રિય કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧