________________
ગુજરાતી અનુવાદ અ. ૫ ભરતાદિક્ષેત્રમાં નિવાસીમનુષ્યના આયુષ્યાદિનું નિરૂપણુસૂ.૨૯ ૩૨૧
ઉત્સર્પિણીના છ વિભાગ હોય છે તે આ રીતે છે– (૧) દુષમદુષમા (૨) દુષમા (૩) દુષમસુષમા (૪) સુષમદુષમા (૫) સુષમા અને (૬) સુષમ સુષમાં આનાથી વિપરીત ક્રમવાળે અવસર્પિણકાળ છે જેમકે–(૧) સુષમ સુષમા (૨) સુષમા (૩) સુષમ દુષમા (૪) દુષમ સુષમા (૫) દુષમા અને (૬) દુષમદુષમા.
અમાંથી ઉત્સપિણુકાળનું પ્રમાણ દસ ક્રોડાકોડી સાગરોપમનું છે અને અવસર્પિણી કાળનાં પ્રમાણ પણ દશ કોડા-કોડી સાગરોપમનું જ છે. બંને નો સમય વીસ કોડાક્રોડી પાગરોપમ છે આને એક કાળચક કહે છે આમાંથી સુષમસુષમાં આરો ચાર ક્રોડા-ક્રેડી સાગરોપમના હોય છે. આ આરાની આદિમાં મનુષ્ય હવે પછી કહેવામાં આવનાર ઉત્તર કુરુક્ષેત્રના મનુષ્યોની માફક ત્રણ ગાઉન અવગાહવાળા હોય છે. પછી અવસર્પિણી કાળના પ્રભાવથી કમશઃ હાસ થતા–થતાં ચાર કોડાકોડી સાગરોપમ સમાપ્ત થયા પર સુષમાકાળ આરંભ થાય છે.
સુષમકાળ ત્રણ કોડા-કોડી સાગરોપમનો છે. આની શરૂઆતમાં મનુષ્ય હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યની માફક બે ગાઉની અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ ક્રમશઃ હાસ થતા–થતા ઉક્ત કાળ પુરો થઈ જવાથી સુષમદુષમા કાળ આરંભ થાય છે તેનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમનું છે. તેના પ્રારંભમાં મનુષ્ય હૈમવત વર્ષના મનુષ્યની માફક એક ગાઉની અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ અનુક્રમથી હાર થતા–થતા દુષમસુષમા કાળ પ્રારંભ થાય છે. આ કાળની શરૂઆતમાં મનુષ્ય મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોની સમાન પાંચસો ધનુષ્યની–અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ હાનિ થતા-થતા ઉક્ત સમય પૂર્ણ થઈ જવાથી પાંચમે આરો દુરુષમા આરંભ થાય છે તેની કાળમર્યાદા એકવીસ હજાર વર્ષની છે તેની શરૂઆતમાં મનુષ્યના શરીરની ઉંચાઈ સાત હાથની અને આયુષ્ય સવાસે વર્ષનું હોય છે અનુકમથી તે આરો સમાપ્ત થઈ જાય છે અને દુષમ–દુષમ નામને છો આર શરૂ થાય છે તે પણ એકવીસ હજાર વર્ષનો હોય છે તેમાં મનુષ્યની અવગાહને એક હાથની અને આયુષ્ય વીસ વર્ષનું રહી જાય છે.
ઉત્સર્પિણી કાળ પણ આ પ્રકારે સમજવો જોઈએ પરંતુ તેના આરાઓને કમ વિપરીત હોય છે. પ્રથમ આરે એકવીસ-હજાર વર્ષનો હોય છે તેનું નામ દુષમદષમ છે તેની પછી ઉત્સર્પિણીને બીજો આરો દુષમ આવે છે તેનું કાળપ્રમાણ પણ એકવીસ હજાર વર્ષ છે. ત્યારબાદ દુષમસુષમ નામક ત્રીજો આરો ચાલુ થાય છે જે બેંતાળીશ હજાર વર્ષ ઓછા એક કોડા-ક્રોડી સાગરોપમનો હોય છે તેની પછી ચેાથો આરો બે ક્રોડાકોડી સાગરોપમનો આવે છે જેનું નામ સુષમદુષમ છે પછી પાંચમો સુષમા નામક ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો આરો આવે છે. અંતમાં સુષમા સુષમ નામનો છઠે આરો આવે છે જે ચાર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે.
ઉત્સર્પિણી કાળના પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય સોળ વર્ષનું હેય છે અને તેમનું શરીર એક હાથનું હોય છે. ઉત્સપિણીના બીજા આરાની શરૂઆતમાં મનુ
નું આયુષ્ય વીસ વર્ષનું અને શરીરનું પ્રમાણ સાડા ત્રણ હાથનું હોય છે. ઉત્સર્પિણી
૪૧
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧