________________
સમિતિના સભ્ય અને શ્રી જોગીભાઈ ભકિક અને સરળ સ્વભાવી પૂજ્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજસાહેબ પાસે વિનંતિ કરવા ગયા. અને પૂજ્યશ્રીએ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબનું સંવત ૨૦૧૩નું ચાતુર્માસ સરસપુર મુકામે થાય તેમાં એમની સહર્ષ સંમતિ આપી, સરસપુરના શ્રી સંધ અને સમિતિ ઉપર મહાન ઉપકાર કર્યો. ચાતુર્માસ નક્કિ થતાં સરસપુરના અને શહેરના અન્ય શ્રી સંઘમાં અકથ્ય આનંદ વ્યાપી રહ્યો.
પૂજ્ય શ્રી અત્યારે સરસપુરના ઉપાશ્રયે બીરાજી વયેવૃદ્ધ ઉમ્મર રહેવા છતાં ભાવિ પ્રજાના હિતાર્થે અવિરત પરિશ્રમ ઉઠાવી શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરી રહ્યા છે. ભાગ્ય શ્રી છગનભાઈના કુટુંબીજને તથા સરસપુરના શ્રી સંઘને પૂજ્યશ્રી તથા શાસ્ત્રની સેવાને પરમયોગ પ્રાપ્ત થયે તે તેમના માટે ગૌરવને વિષય છે.
અ. ભા. શાસ્ત્રોદ્ધાર સમિતિ,
શ્રી નન્દી સૂત્ર