________________
છગનભાઈ સવારે કુતરાંના રોટલા નાખ્યા પછી ઉપાશ્રયે વ્યાખ્યાનમાં જતા. સાંજના શહેરના ઉપાશ્રયમાં સાધુસાધ્વીજીની સુખશાતા પુછવા જતા. તે પછી સાંજને સમય ગુજરાત કલબમાં ગાળતા. એ તેમને નિત્યક્રમ થઈ પડયો હતે.
સને ૧૯૪૪ ના મકરસંક્રાતિના દિવસે કુતરાને રોટલા નાખવા જઈ આવ્યા પછી તેમને એકાએક હાર્ટ એટેક થયે. તેમાંથી બચવાની સંભાવના ઓછી લાગી એટલે ધર્મપ્રણાલિકા મુજબ વ્રત પચ્ચખાણ કરી લીધાં. પિતાના હાથે જે કાંઈ દાનપુણ્ય કરવા જેવું હતું તે કરી લીધું. તેઓશ્રી દેવક પામ્યા તે દિવસે સવારે યુવાચાર્ય શાંતમૂર્તિ પૂજ્યશ્રી ભાઈચંદજી મહારાજ સાહેબ તેમની ખબર કાઢવા પધાર્યા. તેમણે ફરીથી પ્રેમભાવે વ્રત પચ્ચખાણ કરાવ્યાં. છગનભાઈએ કીધું કે “મરણની મને ચિંતા નથી. બીસ્ટ પિટલાં સાથે તૈયાર છું. આંહી પણ સાધુ-સાધ્વીજીની સેવા મળી અને બીજી ગતિમાં પણ કરીશ. મારે તે બંને સ્થળે આનંદ જ આનંદ છે ? અને તેજ રાત્રે–તા. ૧૯-૧–૧૯૪૪ ના રોજ વાત કરતાં કરતાં તેમણે નશ્વર દેહને ત્યાગ કર્યો. તેમના પરિચયમાં આવનાર સૌ કોઈએ આઘાત અનુભવ્યું. સંવાડાનાં સર્વ સાધુ સાધ્વીજીઓ અને સંઘમાં શેકની લાગણી છવાઈ ગઈ
છગનભાઈ તે ગયા પણ તે પછીની તેમની અધુરી રહેલી શાસન સેવા તેમનાં પત્ની જમનાબેન તથા તેમના સુપુત્ર ભેગીભાઈ, છોટાભાઈ, શકરાભાઈ તથા તેમના બહોળા કુટુંબે ઉપાડી લીધી. પૂજ્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબની શુભાશિષથી શ્રી જોગીભાઈએ સરસપુર સંઘનું સુકાન સંભાળ્યું. શહેરની રેનક બદલાવા માંડી તેની સાથે મ્યુનીસીપાલીટી તરફથી આકરા કાયદાઓ થવા માંડયા. રસ્તા ઉપર પાણી પણ ઢળી ન શકાય તે ધર્મ કરણી કરનારાઓએ ધર્મકરણ કરવી શી રીતે ? સમસ્ત શહેરના સંઘપતિઓને આ મુંઝવણ ઉભી થવા માંડી. સરસપુર સંઘના સદ્ભાગ્યે સદ્દગત સંઘપતિ શ્રી છગનભાઈએ ધમકરણ કરનારાઓના ઉપયોગ માટે વાડા સહિતની ખુલ્લી જમીન દીર્ધદષ્ટિ વાપરી અગાઉથી રાખેલી હતી. આ જમીન ઉપર નજર મંડાઈ. આ જગામાં ઉપાશ્રય બાંધવામાં આવે તે ધમકરણ કરતા જીવેને કઈ રીતે અગવડ ન પડે. એ હેતુથી ઉપાશ્રય બાંધવા માટે વિચાર કર્યો પણ શ્રી સંઘ પાસે પુરતું ભંડળ ન હતું અને ઉપાશ્રય બાંધ્યા વગર ચાલે તેમ ન હતું.
વ્યાપારમાં સાહસ વગર દ્રવ્યોપાર્જન થતું નથી. તેમાં સૌ કેઈસાહસ ખેડે પણ ધર્મના કાર્યમાં પૈસા ખરચવાનું સાહસ કેણ ખેડે? ફક્ત વિરલા
શ્રી નન્દી સૂત્ર