________________
આંહી રહીને છગનભાઈએ ગામઠી શાળામાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ સુપ્રસિદ્ધ દાનવીર સર ચિનુભાઈની માધુભાઈ મીલમાં માસિક ફક્ત ચાર રૂપીઆના પગારે નોકરીમાં દાખલ થયા. ધર્મનિષ્ઠતા, પ્રમાણિક્તા અને કાર્યદક્ષતાને કારણે તેમણે શેઠશ્રી સર ચીનુભાઈને પ્રેમ સંપાદન કર્યો. અને સામાન્ય કામદારમાંથી રૂા. ૭૦) રૂપીયા સાતસેના માસીક પગારથી યુરોપીઅન વીવીંગ માસ્તરની જગાએ તેમની નિમણુંક થઈ. તેમની સરળતા અને કાર્યદક્ષતાને કારણે બીજી જગાએથી આવતી વધારે પગારની ઓફરે તેમણે નકારી કાઢી. અને જણાવ્યું કે નોકરી તે સર ચીનુભાઈનીજ કરીશ. અને માધુભાઈ મીલમાં ૩૩ વર્ષની એકધારી સરવીસ બાદ રાજીનામું આપી આત્મકલ્યાણના માર્ગ તરફ વળ્યા. દરમ્યાન તેમના ભાઈ હરગોવીંદભાઈ સ્પીનીંગ માસ્તર અને મનસુખભાઈ વીવીંગ માસ્તરની પદવી સુધી પહોંચ્યા. એકવેળા તેઓ તેમના ગોરા ઓફીસર સાથે બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાશ્રી શામળદાસભાઈ તેમને મળવા આવ્યા. પિતાના પુત્રને ગેરા ઓફીસરની હરોળમાં બેઠેલે જોઈ એમની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. અને તેમને ખાત્રી થઈ કે પિોતાના પુત્રોની ઉન્નતી પાછળ શાસનદેવની કૃપા છે. ધમાં ક્ષત્તિ તિરજે ધર્મનું પાલન કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે એ પ્રમાણે જ બન્યું છે.
જૈન ધર્મના પ્રતાપે તેમનામાં દયા ભાવ ઘણે જ ખીલ્યો હતે. તે સમયમાં રૂપિયા સાતસે માસીક કમાતે આ એફસર જીવદયાના હેતુસર સવાર પડે ને હાથમાં કુતરાંના રેલાની જેળી પકડી ઘેર ઘેર માગવા નીકળી પડે. ગામમાંથી રોટલા ઉઘરાવે, જેળી ખભે નાખી હાથમાં ચકલાં કબુતર, ખીસકેલી માટે ચણ અને કીડીઓનાં નઘરાં પુરવા લોટ લઈને વગડામાં નીકળી પડે. પશુ પક્ષીઓ સમયસર તેમની રાહ જોતાં ઉભાં જ હોય. Her સર્વભૂપુ...ઉક્તિ મુજબ પ્રાણીઓ સાથે મૈત્રી બાંધી તેમની સેવા કયે જતા, અને યથાશક્ય ગરીબગરબાને પણ સહાય કરતા. તેમાં તેમની નિરભિમાનતા અને જીવદયા પ્રત્યેની ઉંચી ભાવના જણાઈ આવે છે.
એકવાર એક કુતરૂં માંદુ હવાથી ચાલી શકતું નહેવાને કારણે તેની પાસે બેસીને તેનું મેં ઉઘાડી તેને ખવડાવતા હતા. ખવડાવતાં જ પંજો કુતરાના મેંમાં જતાં આંગળીએ પહેરેલી સેનાની વીંટી કુતરાના મોંમાં સરી ગઈ તેઓ સમય પારખી ગયા કે જે હોહા કરીશ તે સોનાની વીંટીની લાલચે કેઈ કુતરાને મારી નાખશે. તેથી મૌન સેવ્યું. અને જીવનની આખરી સંધ્યા સુધી એ જીવદયાનું કાર્ય યથાવત જારી રાખ્યું.
શ્રી નન્દી સૂત્ર