________________
३५
સેકડા સર્ટિફીકેટ ઉપરાંત હાલમાં મળેલ કેટલાક તાજા અભિપ્રાયા
શાસ્ત્રોદ્વારના કાર્યને વેગ આપે
ત’ત્રીસ્થાનેથી (જૈનāાતિ) તા. ૧૫-૯-૫૭
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરના સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓ શ્રી શાસ્ત્રોદ્ધારનું કાર્ય ખૂબ જ ખંત અને ઉત્સાહથી વૃદ્ધવચે પણ કરી રહ્યા છે. તેઓશ્રી વૃદ્ધ છે છતાં પણ આખા દિવસ શાસ્રની ટીકાએ લખી રહ્યા છે. આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલાં શાસ્ત્રોની ટીકાએ લખી નાખી છે અને માકીનાં સૂત્રાની ટીકા જેમ અને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનારથ સેવી રહેલ છે. સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવાનેા આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરેએ શાસ્ત્રોનુ કામ શરૂ કરેલ છે પણ કાઈ એ પૂર્ણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખઋષીજી મહારાજે મત્રીસ શાસ્ત્રા ઉપર હિંદી અનુવાદ કરેલ અને સંપૂર્ણ અનેલ, ત્યારબાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિંદી ટીકા કેટલાક શાસ્ત્રા ઉપર લખેલ પણ ઘણાં શાસ્ત્રો ખાકી રહી ગયાં. પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક એ શાસ્ત્રા ઉપરની ટીકાઓના અનુવાદો કરેલ. પૂજ્ય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાંગસૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ સાથે કરેલ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે આચારાંગની હિંદી ટીકા લખેલ. પણ સંપૂર્ણ શાસ્ત્રા ઉપર સંસ્કૃત ટીકા હજી સુધી સ્થા. જૈન સાધુએ તરફથી થયેલ નથી. જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્ત્રા ઉપર સંસ્કૃત ટીકા તેના હિંદી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા બધાય છે કે તેઓશ્રી છત્રીસે ખત્રીસ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાસ્ત્રાદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્રા છપાવી પણ દીધાં છે અને હજી પણ તે શાશ્ત્રા વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્વાર સમિતિ સ ંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે.
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના રૂા. ૨૫૧, ભરીને લાઈફ મેમ્બર થનારને તમામ શાસ્ત્રો શાસ્રોદ્ધાર સમિતિ તરફથી ભેટ મળે છે. આ રીતે એક પંથ અને દો કાજ બન્ને રીતે લાભ થાય તેમ છે. રૂા. ૨૫૧માં ૫૦૦ રૂપિયાની કિંમતમાં શાસ્ત્રો મળે એ પણ માટે લાલ છે અને પ્રવચનની પ્રભાવના કરવાના ધર્મલાલ પણ મળે છે.
શ્રી નન્દી સૂત્ર