________________
૪૨
મેમ્બરાની સંખ્યા ૭૧૫ની થયેલ છે. હાલમાં મેમ્બરા થવા માટે વગર પ્રયત્ને નામે આવતાં જાય છે. જીન્નાઇ ૧૯૬૦માં મળનાર કાર્યવાહક કમિટી વખતે રૂા. ૫૦૧] મેમ્બર ડ્રી કરવા માટે વાટાઘાટો ચાલે છે. હાલમાં કામ ચલાઉ રૂા. ૨૫૧ને બદલે મેમ્બર ફી રૂા. ૩૫૧) રાખવામાં આવી છે.
ગઇ જનરલ સભાએ ઠરાવ કરીને પંચવર્ષીય ચૈાજના ઘડી કાઢી છે અને તેના હેતુ અત્યારે શાસ્ત્રો ભેટ તરીકે આપવામાં જે ખેાટ ખમવી પડે છે તે પુરી કરવાના છે. રૂા. ૨૫] થી વધુ ગમે તેટલી રકમ પાંચ વર્ષ સુધી સમિતિને કેાઇપણ વ્યકિત (મેમ્બર હા યા ન હેા તે) ભેટ આપે તેમ સમિતિએ અપીલ કરી છે. સમિતિના પ્રમુખ શેઠ શાંતિલાલભાઇએ રૂ, ૧૦૦૦ એક હજાર પાંચ વર્ષ સુધી આપવાનું જાહેર કર્યું છે.
અત્યાર સુધીમાં રૂા. ૪૦૭૮] ની રકમ સમિતિને પહેલા વર્ષની ભેટ તરીકે મળી પણ ગઇ છે. આવી રીતે મદદ આપનારને શાસ્ત્રો ભેટ મળવાનાં નથી. તે વાત સમજી શકાય તેમ છે.
લગ્ન પ્રસગે, પૂત્ર જન્મ પ્રસંગે, દિક્ષા પ્રસંગે વર્ષિતપ પ્રસંગે તેમજ બીજા શુભ પ્રસ`ગેાએ થતા ખર્ચામાં ઘેાડા કાપ મુકીને પણ આ યેજના અપનાવી લેવા સારા સમાજને અમે વિનતિ કરીએ છીએ.
અથાગ પરિશ્રમ વેઠીને સમાજના કલ્યાણ માટે જે સત આવું અણુમેલુ કાર્ય કરી રહ્યા છે અને જેને વ્યવસ્થિત રીતે પ્રસિદ્ધ કરીને ઘેર ઘેર આગમે પહેાંચાડવા જે સમિતિ કાર્ય કરી રહી છે. તેના હાથ મજબુત કરવા સમાજના સાધુ, સાધ્વી શ્રાવક-શ્રાવિકા એ દરેકની પવિત્ર ફરજ છે.
-એજ વિનંતિ.
તા. ૧-૬-૬૦ રાજકેટ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
સેવકા, માનદ્ મંત્રી,