________________
શ્રમણસંઘના પૂ. આચાર્યશ્રી શાસ્ત્રવેત્તા આત્મારામજી મહારાજ તેમજ શ્રમણ સંધના બીજા મહારથીઓ તેમજ અન્ય શાસ્ત્રજ્ઞ સંતે તથા સતીએ પ્રેફેસર સાહેબ તથા વિદ્વાન તંત્રીઓના અભિપ્રાયે અમે અગાઉ પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. હાલમાં આવેલા નવા અભિપ્રાયે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ગંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય આચાર્યશ્રી બા. બ્ર. શાસ્ત્રજ્ઞ પુરુષોત્તમજી મહારાજશ્રીના
શાસ્ત્રી માટેના ઉદ્ગારેટ
“પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આગમ પ્રકાશનને અંગે શરીરની દરકાર કર્યા વગર અહીંશ તનતુંડ મહેનત કરી રહ્યા છે તેને માટે ધન્યવાદ છે.
કારણકે શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા તેમનાં બહાર પડેલાં શાસ્ત્રોનું વાંચન કરતાં મને તે ઉપરથી ખાત્રી થઈ છે કે બીજા પ્રકાશને કરતાં પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે મહેનત લઈને જે પ્રકાશન કર્યા છે તે મને શ્રેષ્ઠ લાગે છે.”
આજે પૂજ્ય આચાર્યશ્રી ગુરુદેવ પુરુષોત્તમજી મહારાજના સ્વમુખેથી ઉપરના શબ્દો સરી પડયા છે તેની મેં આ નેંધ કરી છે.
લિ. સાકરચંદ ભાઈચંદ શેઠ ગંડલ તા. ૨૦-૯-૧૯ રવિવાર
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર