________________
૩૩
શ્રી અખિલ ભારત સ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિને ટુંક પરિચય”
સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં તેર સૂત્ર છપાવી બહાર પાડી દીધાં છે. સાત સૂત્રો છપાય છે અને બીજાં કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે.
'આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટુંક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાંચી જઈ સર્વ સ્થા. જૈન ભાઈબહેનેએ આ સંસ્થા ને યથાશકિત મદદ કરી તેના કાર્ય ને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે.
ખાલી વડો વાગે ઘણે એમ સ્થા. કેન્ફરન્સ જેમ ખોટાં બણગાં ફેંકનારી સંસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નકકર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાક્વાસી જૈનની અનિવાર્ય ફરજ છે.
અને આ સર્વ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે. વયેવૃદ્ધ હોવા છતાં તેઓશ્રી જે મહેનત લઈ સૂત્ર તિયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કેઈએ કર્યું નથી અને બીજું કઈ કરી શકશે કે નહિ તે પણ શંકાભર્યું છે. પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલો સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે. સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછા હઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ.
નસિદ્ધાંત” પત્ર ઓકટોમ્બર ૧૯૫૭