________________
અનુત્તરપપાતિક સૂત્રની ઐતિહાસિક નોંધ
જૈન આગમ-સાહિત્યમાં અનેક ગ્રામનગરીઓ, રાજાઓ, પ્રધાને, શેઠ શાહુકાર વગેરેના નિર્દેશ થએલા છે, અને દરેક જૈન તેમનાં નામે જાણતા હોય છે, પણ તેઓ કમનસીબે એતિહાસિક હકીકતથી અજાણ્યા હોય છે વર્ષો જૂનાં સંશધનોનાં પરિણામે આ નિર્દેશો આપણે અત્યારે બહુ સારી રીતે વિસ્તારી શકીએ છીએ. અહીં એ પ્રયત્ન અનુત્તર-ઉપપાતિક સૂત્ર પૂરો ટૂંકમાં આપે છે.
ફણિક (કેણિક) અથવા અજાતશત્રુ મહારાજા
શ્રેણિક પછી તેને પુત્ર અજાતશત્રુ અથવા જેન આગમ સાહિત્યને કૃણિક ગાદીએ આવ્યો હતે. તેણે ઈ. સ. પૂર્વે, ૫૫૪ થી પર૭ સુધી રાજ્ય કર્યું હતું. પુરાણમાં, જૈન આગમમાં અને બૌદ્ધ સાહિત્યમાં તેના અનેક નિર્દેશો મળે છે. કુણિક કોશલ રાજકુમારી સાથે પરણ્યા હતા અને પ્રસેનજિને તેણે હરાવ્યા હતા. એને વૈશાલીના ગણરાજ્યને જીતી લેવું હતું, પણ એ રાજ્ય ઘણું બળવાળું હતું, એટલે અમાત્ય બ્રાહ્મણ વસ્યકારને ત્યાં મોકલી તેના પ્રજાસમૂહમાં પુટ પડાવી લાંબા વિગ્રહ પછી તે રાજ્યને જીતી લેવા તે સમર્થ થયો હતો. આ માટે તેણે એક વાર અમાત્ય વસ્તકારને ગૌતમ બુદ્ધ પાસે સલાહ માટે મોકલ્યા હતા, જ્યારે બુદ્ધ એવી સલાહ આપી હતી કે જ્યાં સુધી લિચ્છવી યુવાને મોટેરાંની સલાહ માનતા હશે, સંથાગારની સારી વ્યવસ્થા કરતા હશે, સ્ત્રીઓનું માન રાખતા હશે. અને સંપથી રહેતા હશે ત્યાં સુધી, લિચ્છવી લે કેઈથી જીતાશે નહિ!! આ બધપ્રદ સંવાદ બૌદ્ધ કથા સાહિત્યમાં અગ્ર સ્થાન ધરાવે છે. લિચ્છવી લેકોને પરાજ્ય કરવા માટે કુણિક મહારાજાએ પાટલીપુત્ર નગરી વસાવી હતી. એ નગરરચનામાં તેને સુનિધ અને વસકાર નામના અમાત્યોને સહકાર મળ્યા હતા. આ ઘર સંગ્રામમાં કૃણિકે મહાશિલાસંકટ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર