________________
વીરના વીર પુત્રને વિનંતી
લક્ષમી અને સરસ્વતી એ બંને દેવીઓ પૂજનીય છે અને એ બંનેની આપણને આવશ્યકતા છે
પરન્ત કે તે બંનેમાં અંદર અંદર આડવેર છે જ્યાં સરસ્વતીના જ દર્શન થતાં હેય ત્યાથી લક્ષ્મીજી રિસાયેલાં હોય છે.
અને
લક્ષમીનંદને મોટે ભાગે સરસ્વતીથી દૂર રહેતા હોય છે આ સામાન્ય નિયમ જોવામાં આવે છે
પરન્તુ જ્યારે આપની પાસે લક્ષ્મી અને સરસ્વતી બંને સંપીને આપની સેવા
કરી રહેલ છે ત્યારે જાણવું કે આપના પૂર્વના પુણ્યનો ઉદય અને
વર્તમાન પુરુષાર્થનું આ ફળ છે
આપ આવા સાનુકૂળ સંજોગોમાં સમાજ ઉત્કર્ષના ભવ્ય કાર્યમાં વધુ ને વધું ભેગ આપશે, એવી અમોને
ખાત્રી છે. આગમેદારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મ. શ્રીએ જૈન સમાજના ઉત્થાન કાર્ય માટે “શાસ્ત્રોદ્ધાર” નું જે ભગીરથ કાર્ય ઉઠાવેલ છે અને તે કાર્યને શાસ્ત્રોદ્ધાર સમિતિ મૂર્તરૂપ આપી રહી છે તેમાં આપના પૂર્ણ સહકારની આશા રાખવી એ શું અસ્થાને છે?
આદ્ય મુરબ્બી તરીકે સમિતિમાં આપનું મુબારક નામ નંધાવવા માટે રૂા. ૫૦૦૧ ને
ડ્રાફ મોકલી આપવા વિનંતી છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ. આ
શ્રી ભગવતી સૂત્ર : ૫