SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય શ્રી પંડિતરત્ન આચાર્યદેવ શ્રી ભાતૃચંદજી મહારાજના સુશિષ્ય પૂ. ચતુરલાલજી તપસ્વીજી મહારાજશ્રીના સંથારા પ્રસંગે જૈનેતર ભાઈઓને પણ જૈન ધર્મની ફિલસુફી સરળતા અને શ્રદ્ધાથી સમજાવતા શ્રી રતિભાઈને જેઓએ સાંભળ્યા છે તેઓને તે આશ્ચર્ય થયા વિના નહીં રહે કે-મુંબઈ જેવા શહેરમાં બેરિસ્ટરો અને વિદેશી ભણતર વચ્ચે ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ આવી સુજ કેવી રીતે કેળવી શક્યા હશે? પરંતુ શ્રી રતિભાઈની આ વિશિષ્ટતા હતી. તેમણે ઉચ્ચ માનવતા વાદમાં જ પોતાનું ગૌરવ જોયું. તેમણે તે પ્રસંગે આપેલી સેવાઓ વિશેષ ધ્યાન માગી લે છે. ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવા છતાં વિનમ્રતા અને વિનય તેમણે જીવનમાં વણી લીધા હતા. તેમના સન્માનમાં એજાએલ એક સભામાં તેમણે કહેલ ઉદગારે તેમના આદર્શો અને સિધ્ધાંતને પરિચય આપી જાય છે. - સત્તા અને વૈભવની પ્રભુતા તો ક્ષણિક પ્રસંગો છે. તેમાં રાચીને ખુશી થવાનું નથી. આવા પ્રસંગો જીવનમાં મળે તેમાં ડૂબી ન જતાં તેમાંથી માનવતાને પાઠ કાઢી પિતાની જાતને યથાર્થ કરવી જોઈએ. આવી હતી તેમની જીવન દૃષ્ટિ. તેમનું જીવન આ વિચારને અનુરૂપ હતું. સમગ્ર રીતે જોતાં તેઓએ એક સાચા માનવી તરીકે જીવી જાણ્યું અને યથાર્થ રીતે તેમણે જીવન સફળ કર્યું. શ્રી લીલાવતી બહેને તેમની છેવટની માંદગી જાણ્યા છતાં હિંમત રાખી સતત સેવા કરીને ભારતીય આદર્શ નારિત્વનું વ્યકિતત્વ દીપાવ્યું છે. આવી પ્રતિભા સંપન્ન અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિનું મૃત્યુ એ ખરેખર મૃત્યુ હતું નથી પણ મૃત્યુજ નામશેષ થઈ જાય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy