SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. એલિફન્સ્ટન કૉલેજ, વિલસન કોલેજ અને ગવરમેન્ટ લૅ કૅલેજમાં ઝળકતી ફતેહ મેળવી ઉચ્ચ કારકીર્દિ સાથે ઉચ્ચકક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સને ૧૯૨૪માં એલ. એલ. બી. માં પ્રથમ શ્રેણીમાં પાસ થઇ સને ૧૯૨૭માં એડકેટ (એ. એસ.) ની કઠણ ગણતી પરીક્ષા પસાર કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઓરિજીનલ સાઈડ પર પ્રેકટીસ શરૂ કરી. તેઓશ્રીની ઉજ્જવલ કારકીર્દિ અને સેવાપરાયણ સ્વભાવને કારણે લેકચાહના પ્રાપ્ત કરી. આ લોકચાહનાના બળથી શ્રી રતિભાઈ સને ૧૯૪૪-૪૫ માં બાર કાઉન્સીલના સભ્ય તરીકે ચૂંટાયા. સને ૧૯૪૭-૪૮માં હિંદના ભાગલા થતાં બીજી સ્પેશ્યલ ટીબ્યુનલ લાહોરની અનુગામી મુંબઈની સ્પેશ્યલ ટ્રીબ્યુનલમાં શ્રી રતિભાઈની નિમણુંક થઈ. જે ટ્રીબ્યુનલ “સિંધાણીયા ટ્રીબ્યુનલ” તરીકે જાણીતિ છે. આ ટ્રીબ્યુનલનું કામ પૂરું થતાં ૧૯૫૦માં મુંબઈની સિટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. આ સ્થાન પર રહ્યા તે સમય દરમ્યાન તેઓશ્રી એક સંનિષ્ઠ નિડર, અને સિદ્ધાંતપ્રિય ન્યાયાધીશ તરીકે દેશભરમાં જાણીતા થયાં. ઉપરોક્ત જવલંત કારકીર્દિને લઈને તેઓશ્રી સને ૧૯૫૭માં મુંબઈની સિટિ સિવિલ કેટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયાં. આ સમય દરમ્યાન તેમની ખ્યાતિને ફેલાવે. સમગ્ર ભારતમાં ઉત્તમ રીતે થે, અનેક કઠિન સમસ્યાવાળા કેસો આવ્યા, જેમાં આરે મિલ્ક કેલોની કેસ, કેડિયા ખૂન કેસ અને આહુજા ખૂન કેસમાં રત્ન સમા રતિભાઈની વિશિષ્ટ પ્રકારની છાપ ભારતની જનતામાં પડી. આહા ખૂન કેસ જે કમાન્ડર નાણાવટી કેસ તરીકે પ્રસિદ્ધ થયે હતે, આ કેસ જ્યારે ચાલતે ત્યારે દેશભરના લોકોની મીટ ત્યાં મંડાઈ હતી, દેશભરના દૈનિક વર્તમાનપત્રમાં વિગતે આવતી હતી. આના જેવા અનેક મહત્વના કેસોમાં તેમણે બતાવેલ ન્યાયપ્રિયતા અને હિંમત ને લઈને જ શ્રી રતિભાઈ એક નિડર, સિદ્ધાંતપ્રિય, બાહોશ, સંનિષ્ઠ, ન્યાયમતિ તરીકે પ્રસિદ્ધ થયા. ન્યાયમૂર્તિ તરીકેની કારકીર્દિ કીતિના કળશ રૂપ બની રહી. સને ૧૯૬૦માં બહત્ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થતાં ગુજરાત રાજ્યની અલગ હાઈકોર્ટ અમદાવાદમાં સ્થપાઈ અને સને ૧૯૬૦ના જૂલાઈ માસમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂતિ તરીકે નિમાયા. આ પદ પરથી નિવૃત થતાં તેમની સેવાની કદર કરી ગુજરાત સરકારે રાજ્યની રેવન્યુ ટ્રીબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને તેઓશ્રીએ જીવનના છેલ્લા દિવસ સુધી રાજ્યને તેમજ આમ જનતાને પિતાના જ્ઞાનને લાભ આપે. - શ્રી રતિભાઈ બાહોશ અને પ્રતિમાસંપન્ન ધારાશાસ્ત્રી હતા, છતાં પણ તેઓશ્રીની લાક્ષણિકતા તે સૌજન્ય અને વિનયશીલ સ્વભાવમાં હતી. બીજાને ઉપયોગી થવા માટે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy