________________
[૨૧] શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના ટુંક પરિચય
સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં તેર સૂત્રો છપાી બહાર પાડી દીધાં છે. સાત સૂત્રો છપાય છે અને ખીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂકયા છે.
આ પ્રમાણે આ સસ્થાએ મહાન્ પ્રગતિ સાધી છે તેને ટુંક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાંચી જઇ સર્વ સ્થા. જૈન ભાઈબહેનાએ આ સંસ્થાને યથાશકિત મદદ કરી તેના કાને હજી વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે.
ખાલી ઘડા વાગે ઘણા એમ સ્થા. કેન્ફરન્સ જેમ ખાટાં અણુગાં ફુંકનારી સંસ્થાની કોઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય રંજ છે.
અને આ સવ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી શ્વાસીલાલજી મહારાજના સ્થાનકવાસી સમાજ ઉપર ઘણેા મહાન ઉપકાર છે. વયેવૃધ્ધ હોવા છતાં તેઓશ્રી જે મહેનત લઇ સૂત્રો તૈયાર કરાવે છે તેવું કામ હજી સુધી ખીજા કોઈએ કર્યુ" નથી અને બીજુ કાઇ કરી શકશે કે નહિ તે પણ શંકાભર્યું છે. પૂજય મુનિશ્રીના આ મહાન ઉપકારના કિચિત ખલેા સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાના છે. સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછા હુઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ.
જૈનસિદ્ધાંત પત્ર” એકટોમ્બર ૧૯૫૭
શ્રી આચારાંગ સૂત્ર : ૩
*