SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિના પ્રમુખ અને આદ્ય મુરબ્બીશ્રી શેઠ શાંતિલાલ મંગળદાસને ટુંક પરિચય શ્રી શાન્તિલાલ મંગળદાસને જન્મ ઈ. સ. ૧૯૦૧ નાં ઓગસ્ટની ત્રીજી તારીખે તેમનાં મેસાળ ચેવડોદરામાં થયે હતે. વિદ્યાર્થી અવસ્થામાં જ એમનામાં રહેલી તીવ્ર બુદ્ધિ જુદી તરી આવતી હતી. ઈ. સ. ૧૯૧૯માં અમદાવાદ કેન્દ્રમાંથી મેટ્રીક પાસ થનાર પ્રથમ દસ વિદ્યાર્થીઓમાંના તેઓ એક હતાં. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્રને વિષય લઈ તેઓ B. A. થયા. એ જમાનામાં બહુ ડાં ધનિક કુટુંબો ઉચ્ચ અભ્યાસમાં રસ લેતા હતા. ગ્રેજ્યુએટ થયા બાદ તુરતજ એમના ઉપર ધંધાની જવાબદારી આવી પડી. યુવાન વય, તિવ્ર બુદ્ધિ, વિશાળ વાંચન અને મનને તેમને નવી જ દષ્ટિ આપી હતી અને તેમની સમક્ષ આવતા ઉદ્યોગના અનેક વિકટ સવાલને તેમણે બહુ કુશળતાથી ઉકેલવા માંડ્યા. ૧૯૪૫ માં એ અમદાવાદ મિલ માલિક મંડળના પ્રમુખ બન્યા. હિંદની તેમજ ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રનાં વેપારનાં પ્રાણ પ્રશ્નોનાં તળપદા અભ્યાસે મિલમાલિક મંડળના પ્રમુખ તરીકેની કામગીરીને વધુ દીપાવી. ૧૯૪૮ થી હિંદી વેપારી મહામંડળના તેઓ સભ્ય છે અને ૧૯૫૪-૫૫ અને ૧૫૫-૫૬ના વર્ષ માટેના દેશના આ સૌથી મોટા વેપારી મહામંડળના તેઓ અનુક્રમે ઉપપ્રમુખ અને પ્રમુખ હતા. આજે તો ગુજરાત-સૌરાષ્ટ્રને ખૂબ જ ઉપયોગી નિવડેલી તેમની અસાધારણ શક્તિઓને દેશવ્યાપી ક્ષેત્ર મળ્યું છે. ૧૯૩૮-૩લ્માં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (I. L. 0.)માં ભાગ લેવા ગયેલ ભારતીય પ્રતિનિધિમંડળના તેઓ સરકાર તરફથી નિયુક્ત થયેલ સલાહકાર હતા. ૧૯૪૬ માં અને ૧૯૪૮માં બુલ્સ અને જીનીવા મુકામે ભરાયેલ I. L. . માં તેઓએ માલિકેના પ્રતિનિધિ તરીકે અગત્યને ભાગ લીધે હતે. સામાન્ય નિયમ છે કે શ્રી અને સરસ્વતીને બહુ સંબંધ હેતું નથી. શ્રી શાંતિલાલ અને તેમનું કુટુંબ આમાં અપવાદરૂપ છે. ધનપતિ હોવા છતાં એ સાહિત્ય અને સંસ્કારિતાના પૂજક છે. એમની વિનમ્રતા અને સાદાઈ હજાએ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy