________________
૨૦
નવાઈ નથી. અને પૂ. શ્રી ધાસીલાલજીના બનાવેલાં સૂત્રેા જોતાં સૌ કોઈ ને ખાત્રી થાય તેમ છે કે દામેાદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે.
શ્રી વર્ધમાન શ્રમણુસંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રેા માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રાની ઉપયેાગિતાની ખાત્રી થશે.
આ સૂત્રેા વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વાંને એક સરખી રીતે ઉપયોગી થઇ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયાગી થાય તેમ છે. ત્યારે સામાન્ય હિંદી વાંચકને હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સર ળતાથી સમજાય જાય છે.
કેટલાકને એવા ભ્રમ છે કે સૂત્રો વાંચવાનું કામ આપણું કામ થદ્ધિ, સૂત્રેા આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખોટા છે. ખીજા કોઈપણુ શાસ્ત્રીય પુસ્તક કરતાં આ સૂત્રેા સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઇ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભગવાન મહાવીરે તે વખતની લાક ભાષામાં (અ માગધી ભાષામાં) સૂત્રે બનાવેલાં છે. એટલે સૂત્રે વાંચવાં તેમજ સમજવામાં ઘણાં સરળ છે.
માટે કાઈ પણ વાંચકને એના ભ્રમ હોય તે તે કાઢી નાંખવો. અને ધનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રેા વાંચવાને ચૂકવુ નહિ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રો જ વાંચવાં,
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા॰ જૈન શાસ્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કાઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી.
સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાચેલ પડ્યાં છે, એ સૂત્રો-અનુયોગદ્વાર અને ઠાણાંગ સૂત્રો-લખાય છે તે પણ ઘેાડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે. તૈયાર સૂત્રો જલ્દી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. મધુ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઇચ્છીએ છીએ. · જૈન સિદ્ધાન્ત’પત્ર મે ૧૯૫૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨