________________
જોઈને ચેતતા રહે છે અને બીજાને ચેતાવવા બનતે પ્રયાસ કરે છે. તેપણ કાળબળ એ મહાન શક્તિ હેવાથી તેવા ઉત્તમ જીવો પણ કાળ પ્રવૃત્તિને સામાન્યપણે રોકી શકતા નથી. આવી આકળ ને ચિતાપ્રસ્ત પ્રવૃત્તિને લીધે ધાર્મિકજ્ઞાન, શાંતિ, સમાધાની, સ્થિરતા, દયાનાવસ્થ દશા, સમાધિ વગેરે, આત્માની શાંતિની અપૂર્વ સુખને મેળવી આપનારી વસ્તુની તેમજ શરીર બળ અને બુદ્ધિબળની પણ ગેરહાજરી જોવામાં આવે તો તેમાં કાંઈ નવાઈ નથી. કદી કઈ પિતે પિતાના ધાર્મિકસ્થાનમાં ઘડીભર શાંતિ ભાવમાં બેસે તો ત્યાં પણ ઘણીવાર મનરૂપી ઘોડો લગામમાં રહેતો નથી અને અંત શાંતિ ઉડી જાય છે, તેથી અમૂલ્ય ને અખુટ આનંદવાળી મહાન દશાની સ્મૃદ્ધિ મળતી નથી અને ધર્મ ક્રીયા વિઠની પેઠે જેમતેમ પૂર્ણ કરી પાછો એની એ જડ પ્રવૃત્તિમાં તન, મન, વચનને જોડે છે. - આ સ્થિતિને પૂર્વના મહાત્માઓએ ઘણા કાળ પહેલાંથી વિચાર કરી ચિતાર આપે છે. તેઓએ દીર્ધ અનુભવથી કાળના બે ભાગ અને તે બે ભાગમાંના દરેકના છ છ વિભાગ પાડયા છે. તેમાં બળ, બુદ્ધિ, શરીર સાધન, રૂપ, ગુણ, વગેરેમાં દિન પ્રતિદિન ઉતરત એવો હાલને અવસર્પિણી કાળ અને તેના છ ભાગ (છ આરામને આ પાંચમે ૨૧ હજાર વર્ષને (આરે) ચાલે છે, જેના હજી લગભગ ૨૫૦૦ વર્ષ વીતી ગયાં છે ત્યાં તે આવી અતિ અસ્થિર સ્થિતિ-પ્રવૃત્તિમય સ્થિતિ આવી છે. સ્થિતિ જ્યાં જુઓ ત્યાં અશુભ કે અશુદ્ધ વિચારની જ ધમાલ છે, આરંભ અને પરિગ્રહ માટે કજીયા, કપટ, કુસંપ, દ્વેષ, મમતા મી રહ્યાં છે. ક્ષણિક જીવન છતાં, પૂર્વજોની અનંત પેઢીઓ જતી રહી અને જેનાં નામ નિશાન રહ્યાં નથી કે યાદ પણ નથી છતાં ખરા ધર્મની ખરી સમજણ વિના લગભગ બધું જગત નાશવંત પુદ્ગળિક સુખપર અથાગ મેહ-મમતા ચુંટાડી પિતાના આત્માને મલિન કરે છે !!! જડ વરતુએને સંગ વિયોગ, ભાગ વિભાગ, અને ગુણ શક્તિ જાણું તેમાંથી કળા કૈશલ્ય મારફતે મહાકષ્ટ જગતને ઉપયોગી થાય તેવી કરડે ચીજો બનાવી ઘર, મહેલ, દેવળ, ગામ વગેરે કરી મૂકવાં તેને જ કેટલાક ભારે મહત્વનું કામ ગણું તે તરફ જગતને વાળવા ભારે આતુરતાથી પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આત્માનંદને કે ખરી સમાધિને રસ ચાખ્યો નથી