________________
આથી હું તે અમર છું. મનુષ્ય, પશુ અગર દેવ અમર આત્માને નાશ કરી શકે નહિ, પણ નાશવંત જે દેહ તેને નાશ કરે છે, અને દેહ તે નાશવંત છેજ. આજ નહિ તે કાલ, કાલ નહિ તે ભવિષ્યમાં પણ તેને નાશ થવાને જ. કડો જતન કરે તેને તે નાશવંત ચીજ રહેશે નહિ. આવો નિશ્ચય જેના આત્મામાં સદાકાળ વતે છે, તેને કઈ પણ જાતની બાધા, પીડા, કે દુઃખ અસર કરતું જ નથી. મામુનિ ગજસુકુમાર વગેરેને દાખલે લઈએ.
ગજસુકુમાર મુનીશ્વરના શિર ઉપર તેને સાસરે અગ્નિના અંગારા મૂક્યા જેથી તડતડ ખોપરી બળીને રાખ થઈ ગઈ. એમ છતાં તે મહાત્માએ જરા પણ શરીર હલાવ્યું નહિ. અંધક રષિરાજના શરીરની ચામડી મરેલા ઢેરની પેઠે ઉતરડી નાંખી અને લેહીની નીક વહી છતાં તે મહાત્માએ બેમાંથી અરર જે શબ્દ ન કાઢો. વળી એ ત્રાષિરાજના પાંચસે શિષ્યને ઘાણમાં ઘાલી તલની માફક પીલ્યા છતાં તેમણે આંખમાં જરા પણ ધ આર્યો નહિ. મેતારજત્રષિવરને માથે તાજું આળું ચામડું બાંધી તડકામાં ઊભા રાખ્યા જેથી તેમની આંખના ડેળા નીકળી પડ્યા પરંતુ મનમાં જરા પણ રાગ દ્વેષ આયે નહિ. એવા એવા અનેક દાખલા શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. મહાન ભયંકર ઉપસર્ગો છતા પરિણામની ધારા એક સરખી રાખવી એ સહેલું કામ નથી, તે મોક્ષ પ્રાપ્ત કરવું એ કયાં રસ્તામાં પડ્યું છે? મહાત્માઓને એ દ્રઢ નિશ્ચય થઈ ગયે છે કે, “નાથિ નીવસ નાતત્ત,” જીવને નાશ કદાપિ થતું નથી, જીવ તે અજરામર છે જે જળે છે, જે ગળે છે, તે જીવ નહિ પણ બીજી. ચીજ છે અને હું પિતે (આત્મા) તેથી અલગ છું. હું દ્રષ્ટા છું. હું ચેતન છું, અખંડ છું અને અવિનાશી છું. એવા પરિણામેથી સ્થિર થયેલી એકત્ર ધારા પ્રવર્તતાં મહાત્માઓએ ચેડા કાળમાં આત્મા સાથેની અનંત કેમવર્ગણને ક્ષય કર્યો અને અનંત, અક્ષય, અવ્યાબાધ, એવું મેક્ષ સુખ પ્રાપ્ત કર્યું.