________________
૨૧૦
તે મહાવિકરાળ રાક્ષસજ છે, અને મહાપ્રતાપી પણ છે. મોટા મોટા સુરેદ્ર, વગેરે પણ એની દ્રષ્ટિ માત્રથી અત્યંત ત્રાસ પામે છે, ભાન ભૂલી જાય છે, આર્તધ્યાન, રૌદધ્યાન કરવા માંડે છે, એવા એવા મેટાની શરમ પણ કાળને આવતી નથી. એ કાળો ફકત પિતાની મતલબ સાધવાની નજર ફકત રાખે છે. એવા નિર્દયી, નિર્લજ કાળરૂપી વેતાળની જાળમાં પડેલા જીવે બીજાનું શરણ લઈને સુખ મેળવવા ઈચ્છે છે, તેઓ મૃગજળ (ઝાંઝવાનાં પાણી ) થી તરસ - બુઝાવવા જેવું, વધ્યા સ્ત્રીને પુત્ર ખેલાવવા જેવું અને આકાશનાં
ફૂલેથી શણગાર સજવા જેવું વ્યર્થ કામ કરે છે. * * - આ કાળની રચનાને જરા વિચાર કરે. કાળ દરેક વસ્તુને એક વખત આહાર કરે છે, તરતજ પાછે તેને નિહાર કરે છે અને તે પછી પણ ફરી તેજ ચીજનું આહાર કરવાને લાલચુ બની તેની પાછળ પડે છે. જ્યાં લગી બીજી વાર તેનું પૂરેપૂરું ભક્ષણ નહિ કરે ત્યાં લગી તેને ક્ષણે ક્ષણે ક્ષય કર્યા જ કરે છે અથવા અણધાર્યો ખાઈ જાય છે. તે છતાં પાછા એના એ હાલ. આ પ્રમાણે આહાર નિહાર કરતાં અનંતાનંત સમય જતે રહો, તે પણ કાળ તૃપ્ત થયે નહિ તેમજ કદી તૃપ્ત થશે પણ નહિ.
આપણા સ્વજનનું મોત થતું જોઈ મૂર્ખ માણસ પોતે ફિકર કરે છે. પણ પિતે એમ નથી સમજતા કે હું પણ કાળની દાઢમાંજ છું. જરાક મસળવાની જ વાર છે. ચાવ્યું કે તરત જ એના જેવા જ હાલ થશે.
Tગથિ મરવુળ , પછાળ, . ___जो जाणइ न मरिस्सामि, सोहू कंक्खे सुहेसिया.
ઉત્તરા૦ ૧૪ ગાથા ૨૭, અથ–જેની કાળ સાથે પ્રીતિ હય, જેનામાં ભાગી જવાની શક્તિ હોય, અથવા જેને ભરોસે હોય કે હું તે મરવાને જ નથી તેજ સુખથી સૂઈ રહે છે.