________________
૧૬૫ (૧૮૫) પ્ર–મેક્ષ શાથી મળે? ,
ઉ–જ્ઞાન, દર્શન (=શ્રદ્ધા) ચારિત્ર અને તપની રૂડે પ્રકારે આરાધના કરે, પાળે, અને ફરશે તે
એ વગેરે કર્મના બંધ પાડવાનાં અને પાપનાં ફળ ભેગવવાનાં અનેક કારણે શાસ્ત્ર ગ્રંથમાં બતાવ્યાં છે. આ ભવમાં કરેલાં કેટલાંક કર્મ આ ભવમાંજ અને કેટલાંક આગળના ભાવમાં ભેગવવાં પડે છે. અનંત જ્ઞાની, સર્વજ્ઞ ભગવાને સંસારી જીની જે દશા કર્મને વિપાક થતી વખતે થાય છે તેનું અવલોકન કર્યું. તેનું વણીથી સંપૂર્ણ વર્ણન થઈ શકે નહિ. કારણ કે સંપૂર્ણ વિશ્વ અનંત જીથી ભરપૂર છે. એમાંના અકેક જીવને અનંત કર્મવર્ગણાના પુગળે લાગ્યાં છે અને એવા અકેક વર્ણ ગંધ વગેરે પર્યાયને અનંત વિસ્તાર થઈ શકે છે. એવા અપરંપાર વિપાકવિચયનું વર્ણન વાણી મારફતે કદી પણ બની શકે નહિ, તે પણ ધર્મધ્યાની જન, જ્ઞાની મહારાજની આજ્ઞાનુસાર વિપાક વિચયને યથાશક્તિ વિચાર કરતે કરતે કર્મોની વિચિત્રતાથી વાકેફ થાય છે. એવા માણસે કમ બાંધવાને કારણેથી બચીને, કર્મને ક્ષય કરવાના માર્ગમાં પ્રવર્તી, અનંત આધ્યાત્મિક સુખ મેળવે છે.
ચતુર્થ પત્ર--“સંસ્થાનવિચય”. સંસ્થાનને અર્થ આકાર અને વિચયને અર્થવિચાર થાય છે. જગતને તથા જગતમાં રહેતા પદાર્થોના આકારને વિચાર કરે તેને સંસ્થાન વિચય ધમ ધ્યાન કહે છે. અનંત આકાશ (=પિલાણ) રૂપ જે અનંત ક્ષેત્ર છે કે જેને છેડે નથી તેને “અલોક” કહેવામાં આવે છે. આ અલેકના મધ્ય ભાગમાં ૩૪૩ રાજુઘનાકાર લાંબી પહેલી, એવી જગામાં જીવ અજીવ અથવા
* ૯૭ પછીના તમામ બેલ “ગતમ પૃચ્છા” અને ધર્મશાનપ્રકાશ ગ્રંથના અનુસારે કંઈ વધારો કરી લખ્યા છે