SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અને મારા-તારાપણાની સંકુચિતતાઓ હવે તે ઓસરતી જાય છે. અને તેનું જ એ પરિણામ છે કે આજ યુરોપ કે અમેરિકા, ગુજરાત કે સૌરાષ્ટ્ર, અંગ કે બંગ, પંજાબ કે સિન્ધ–નો કેઈ પણ સાચો ઇતિહાસ નિપક્ષપાતથી સત્યતાનો સ્વીકાર કર્યા સિવાય રહી શકતો નથી. ઇતિહાસનાં સાધનોમાં તીર્થમાળાઓને પણ મેં ઉપર એક સાધન તરીકે બતાવી છે. અત્યારનાં યાન્નિક સાધનો જે વખતે નહીં હતાં, તે વખતે પણ દૂર દૂરનાં તીર્થોની યાત્રા કરવા માટે મેટા મોટા સંઘ નીકળતા-- જેમાં–સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ રહેતાં. વિદ્વાન સાધુઓ ગામ ગામની હકીકતો મેળવતા, મન્દિર અને મૂર્તિઓની સંખ્યા લખતા, તે તે દેશોના રીત-રિવાજો, ખાન-પાન, રહેણી, કરણી, તેમજ પ્રચલિત લોકોક્તિઓ વગેરેની પણ ન કરતા અને તે ઉપરથી પદ્યમાં તીર્થમાળાઓની રચના કરતા. આવી તીર્થમાળાઓ તે વખતના પ્રામાણિક ઇતિહાસને પૂરો પાડવામાં વધારે સાધનભૂત બને છે. આવી તીર્થમાળાઓને એક સંગ્રહ સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજી મહારાજે સંવત ૧૯૭૮માં સંપાદન કર્યો હતો અને તે શ્રી યશોવિજય જેનગ્રન્થમાળા મારફત પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઘણાં વર્ષો પછી આજે તેના અનુસન્ધાન રૂપે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે અને તે પણ એક જર્મન વિદુષી કુમારિકાએ સંપાદિત કરેલો. આ પુસ્તકમાં બહેન સુભદ્રાદેવીએ ત્રણ મૂળ ગ્રન્થોનું સંપાદન કર્યું છે: ૧-ભાનુમેરુના શિષ્ય શ્રી નયસુન્દર મહાકવિકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ ર–શ્રી પ્રેમવિજયજી કૃત ૩૬૫ પાર્શ્વનામમાળા ૩-શ્રીખેમાકૃત વૃહત્યવન્દન. સામાન્ય રીતે આ ત્રણે કૃતિઓ ઉપલક દૃષ્ટિએ જેનારને સાધારણ લાગે; પરન્તુ સાહિત્યની દષ્ટિએ, પ્રાચીનતાની દષ્ટિએ, ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ કૃતિઓ કેટલી ઉપયોગી છે અને ભાષાસાહિત્યના ઇતિહાસકારોને તેમજ તત્કાલીન પાર્શ્વનાથનાં મન્દિરોની માહિતી મેળવવા ઇચ્છનારાઓ માટે કેટલી મહત્ત્વની છે, એ બહેન સુભદ્રાદેવીએ સંપાદનકળાની આદર્શ પદ્ધતિપૂર્વક કરેલા આ સંપાદનકાર્ય ઉપરથી સહેજે સમજી શકાશે. ઘણી વખત ઘણી વસ્તુઓને મામૂલી સમજીને આપણે ફેંકી દઈએ છીએ અથવા તેના પ્રત્યે બિલકુલ ઉપેક્ષા કરીએ છીએ. ઉજૈનના એરિયરલ ઈન્સ્ટિટ્યૂટના કયુરેટરના હોદ્દા ઉપર બહેન સુભદ્રાદેવીના
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy