________________
૦ ૨ : અશ્વર નામ ]
– ૭ ] ઉપરોક્ત ગ્રંથના લેખક નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ ઉપરની હકીક્ત, બારોટ ફત્તેસિંહે ફાર્બસ સાહેબ યા અન્ય કેઈને લખાવેલી નેંધને આધારે, લખી હોય તેમ જણાય છે, અને તે પચાસેક વર્ષ પહેલાની વાત હોય તેમ લાગે છે. અત્યારે શંખેશ્વર ગામમાં છેલી સન ૧૯૪૧ ની વસ્તીગણત્રી પ્રમાણે કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી છે. તેમાં શ્રાવક વાણિયાનાં માત્ર દસ જ ઘર છે. તે બધાં વીશા શ્રીમાળી છે.
તેમાં શાહ નાગજી ઉગરચંદ મુખ્ય છે. દસ ઘરમાં પણ ૫-૬ ઘર તે એકલ–ડેકલ જેવાં છે. મતલબ કે અહીં શ્રાવક વાણિયાની વસ્તી સાવ ઘટી ગઈ છે. આગળ કઈ જમાનામાં શ્રી શંખેશ્વર તીર્થને વહીવટ અહીંના શ્રાવકે જ કરતા હશે, જ્યારે અત્યારે અહીંના જેનોની આવી સ્થિતિ છે. અને ગામની વસ્તી પણ ઘણી જ ઘટી ગઈ છે, તે પણ અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ હોવાથી અત્યારે શંખેશ્વર ગામ ૩૮૦ ઘરનું ગામડું હોવા છતાંય બીજા ગામોની અપેક્ષાએ પૂર્વકાળની માફક તેની આબાદી સારી છે, લેકે સુખી છે અને વેપાર-વણજ પણ સારે છે.
આ શ્રી શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે, અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ આવેલું છે. તેમાં શ્રી પાર્થ પ્રભુજીનું પૂર્વ સન્મુખ નવું મંદિર દેવવિમાન જેવું શોભી રહ્યું છે (સ્તો. ૧૨૯). તેનું વિશેષ વર્ણન આગળ આપવામાં આવશે.