________________
-e-dોગારિ-સર્વેદ ]–
– ૨૦૨] દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણસંચિત શો પણ લીજે,
અરિહા પદ પર્યવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખે. (૨) સંવેગે તજી ઘરવાસે, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિપુરીમાં જાશે, ગુણ લોકમાં વયણે ગવાશે રે. શંખે(૩) એમ દાદર જિન વાણી, અષાઢા શ્રાવક જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભરાવે રે. શંખે. (૪) ત્રણ કાળ તે ધૂપ ઉખે, ઉપકારી શ્રી જિન સેવે, પછી તેહ વૈમાનિકથાવે, તે પ્રતિમા પણ તિહાં લાવે છે. શંખે. (૫) ઘણે કાળ પૂરુ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાશ્વ પ્રભુ પધાર્યા રે. શંખે. (૬) ચંદુ સૈન્ય રહ્યો રણુ ઘેરી, જીત્યા નહિ જાયે વૈરી; જરાસંધે જરા તવ મેલી, હરિબલ વિના સઘળે ફેલી રે. શંખે. (૭) નેમીશ્વર ચોકી વિશાળી, અઠ્ઠમ કરે વનમાળી, તુઠી પદમાવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે. શંખે. (૮) પ્રભુ પાસની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ જી; છંટકાવ હુવણ જળ જેતી, જાદવની જરા જાય રેતી રે. શંખે(૯) શંખ પુરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, ખેશ્વર નામ ધરાવે છે. શંખે. (૧૦) રહે જે જિનરાજ હજુરે, સેવક મનવંછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મેતીભાઈના રાજે રે. શંખે. (૧૧) નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે,ગામેગામના સંઘમિલાવે રે. શંખે. (૧૨) અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદિ તેરસી દિવસે જિન વંદીને આનંદ પાવે, શુભ વીર વચન રસ ગાવે રે. શંખે. (૧૩)