________________
-e-તોરારિન્યોઃ ] –
- ૨૦૧] બાર જેઅણુ નયરી ભલી રે, નવ જેયણ વિસ્તારે, ગંગા નીર અતિ નિરમાલાં રે, કૂઆ તલાવ ન વાવ્યો, ગઢ મઢ મંદિર માંલી રે, બારે દરવાજે વાટે, ચકરાસી ચહૂટાં ભલાં રે, ચકલઈ ચકલઈ હાટે. (૧૭) ચકલઈ ચકલઈ હાટો તે સાર, દેહરાં પસાલ ન લાધઈ પાર; તિહાં વસઈ વ્યવહારીઆ લેક, સાધુ સાધ્વીના દીસઈ ચેક.
જી. (૧૮) દાનિ તુંગીઆં જાણી રે, જેહવા વિસમણ દે, દાનિ પુણ્યિ ગુણિ આગલા રે, ભલા આચાર વિવેકે; સીઅલ સમકિત અતિ નિરમાલાં રે, નવ તત્વના જાણે, પિસા સામાયિક રઈ રે, પડિકમણું બિ વાર. (૧૯) પડિકમણું બિ વાર તે જોઈ, હૈઈ જીવદયા તે આંશુઈ પ્રતિમા ઉપધાન શ્રાવકનાં વહઈ, ત્રિણ કાલ દેવપૂજા કરઈ.
જી. (૨૦) પુણ્ય પવિત્ર નગરી ભલી રે, લખિમીનું જિહાં વાસે, એકઈ જીભઈ સ્યુ કહું રે, ગુણસાગર અવદા; અશ્વસેન તિહાં રાજી રે, ન્યાઈ પાલિ રાજે, વામાદેવી રાણી ભલી રે, સતીશિરોમણિ સારે. (૨૧) સતી શિરોમણિ સાર તે સ્વામી, ચઉદ શપન મિટાં તે પામી, દશમઈ દેવલેકિથી ચડી આવ્યા જેહ, ત્રેવીસમા તીર્થંકર તેહ.
જી. (૨૨) ચઉદ સપન સહિત આવી આ રે, ત્રિણ લોકિનું નાથે, અશ્વસેન ઘરિ ઉલટ થયા રે, અપાઈ અવારી દાને;