________________
[ ૮૪ ]–
–[ શ્વા મતિર્થઈતિ ભીતિ ને સબલ ભય તે, પા નામે સવિ ટલે, ગુણવંત ગરૂઓ મોક્ષનાં સુખ, સ્વર્ગસુખ તે સવિ મલે. (૧૨) વલી સોહમ સૂરપતિ તેહ પ્રતિમા, પૂજતે ઉલટ ધરિ, ભવભીતનાસન સુખવિકાસન, પાર્વજિન હેજે કરિ, વલી સૂર્યરાય સૂરિદ્ર જિનને, વચન સૂર્ણને હરખીયે, તે પાર્શ્વનાથનું બિબ શિવસુખદાયક નિશ્ચ પરખીયે. (૧૩)
બહુ કાલ લગે તે પૂજે રીઝે મનધરી હર્ષ અપાર, વલી પદ્માવતી દેવી પ્રેમે પૂજે પુન્ય ભંડાર ધરણંદ્ર નાગકુમાર તે હરખે નિરખું જીમ જગનાથ, ઉલટ બહુ આણે મનમાં જાણે સાચો એ શિવસાય. (૧૪) ઈણીપરિ સુરપતિ સુરવર કિનાર વિદ્યાધરની કર્ડિ, જિન પૂજે પાતિક પૂજે તેહના જે પ્રણમે કરજોડિ; ગિરનારે મૂકે સક્ષમ ટુંકે તિહાં પૂજે નાગકુમાર, તે કંચન બલ્હાણું સહુએ જાણ્યું સુરગિરિને અણુહાર. (૧૫)
(છંદ) જવ જરાસંધ મુકુંદ ઉપરિ સેન સબલે લાવિઓ, બલવંત નેમિકુમાર સાથે દ્વારાપુરપતિ આવીએ કરે યુદ્ધ સબલા નહી નબલા ગવે મદભર પૂરિયા, ગજધાર હાર્યા ન રહે વાર્યા શત્રુ સઘલા ચૂરિયા. (૧૬) તિહાં કુંત બાણ કમાણ ખગ ને નાલી ગેલા ઉછલે, ધીરાતે પગ પાછા ન દે તિહાં કાયર કંપે કલમલૈં,