________________
[ ૮૨ ]–
-[ ચશ્વર માતાનમે નાથ જગનાથ નમે વસુધાભયવારણ, નમે કમઠ હઠ કઠીણ તાહિ બલ તાસ નીવારણ, નમે ધરણપતિ નાગ કી તે આણે કરુણા નમે દયા કરી દેવ નમે ભૂમી જસ ભરણા, નર આદિ તુઝ જાણે જકે શ્રી સંખેસર જગ જ, જિનહરખ તારણ તરણ યૂણતાં બહુ પરિ સુખ થયે. (૩૩)
[ ૪૬ ] શ્રી લાવણ્યવિજય વાચકશિષ્ય - શ્રી નિત્યવિજયજીવિરચિત
સંખેશ્વરજીનો છંદ સારદ માતા સરસતી, પ્રણમું તેના પાય; શ્રી સંખેશ્વર ગાયસ્ય, જિમ મુઝ આણંદ થાય. ઉપજે આનંદ અતિઘણો, સમતા જિનરાજ; છદ ભેદ ભાવે કરી, ગાઢું ગરિબનીવાજ. ગરિબનીવાજ સાહિબ સૂણે, સેવકની અરદાસ; મેજ કરી મહારાજ તુમ, આપ લીલ વિલાસ. સુવિલાસી ભગવંત તું, પરતા પૂરણહાર, પરતખ સુરતરૂ અવતર્યો, ઋદ્ધિ સિદ્ધિ દાતાર.
* રાધનપુર, અખીસીની પિળમાંના શ્રી. લાવણ્યવિજયજી જેન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. આ છંદ શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રગટ થયેલ “શ્રી મણિભદ્રાદિકના દે” ભાગ પહેલામાં પૃ. ૪૭ ઉપર છપાયેલ છે.
:/8
2 .5