________________
[૨૮]
– – શ્વર મહાતીર્થ આ પ્રમાણે જવાથી માંડલ અથવા પાટડી આ બેમાંથી એક ગામની યાત્રા થઈ શકશે. ઉપર પ્રમાણે ઉપરીયાળા જઈને ત્યાંની અપૂર્વ યાત્રાનો લાભ લે. પછી ઉપરીયાળા ફલેગ સ્ટેશનથી રેલ્વેમાં બેસીને સીધા વીરમગામ જવું હોય તે જઈ શકાય છે. અથવા ઉ૫રીયાળા ફલેગ સ્ટેશનથી રેલ્વેમાં બેસી પાટડી જઈ ત્યાંની યાત્રા કરીને ત્યાંથી પણ રેલ્વે મારફત વીરમગામ ૯ જઈ શકાય છે.
ઉપર પ્રમાણે બે ચક્કર લગાવવાથી શ્રી શંખેશ્વરજીની પંચતીર્થીનાં તીર્થોની તથા રસ્તામાં આવતાં ગામનાં જિનાલયોની યાત્રા થઈ જાય છે.
૧૯ વિરમગામની હકીક્ત માટે . મ૦ પ્ર. ભા. ૫૦ ૧૦ માં જુઓ.
આ ગામ પ્રાચીન છે. અહીંનું મુનસર તળાવ મહારાજા સિદ્ધરાજ જયસિંહે અથવા મીનળદેવીએ બંધાવ્યું છે. પંદરમી સદીમાં અહીં (૧) શ્રી સુમતિનાથજીનું અને (૨) શ્રી શાંતિનાથજીનું એમ બે જ દેરાસરે હતાં. વિ. સં. ૧૭૨૧માં અહીં કુલ ૫૭ જિનમૂર્તિઓ હતી.