________________
4 ૨૭૨ ] –
--[ શ્વર માનીયે રાધનપુરથી દક્ષિણમાં બનાસ નદી ઉતરીને ' અહીં ગામ બહાર વરખડીનું દેરાસર છે, તેમાં શ્રી ગેડીપાર્થ પ્રભુની પાદુકા સહિત દેરી છે. આ સ્થાન ઘણું જ ચમત્કારિક અને પ્રાભાવિક છે. જૈન સાહિત્ય સંશોધક ભા. ૧, અંક બીજામાં તથા શ્રીયુત પૂરણચંદ્રજી નાહરના “જેસલમેરના શિલાલેખ સંગ્રહ” માં લેખાંક ૨૫૩૦, પ્રશસ્તિ નં. ૧ માં લખ્યું છે કે-જેસલમેર નિવાસી, ખરતરગચ્છીય, બાફણગોત્રીય, શા. ગુમાનચંદજીના પુત્ર શા. બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કેટાથી જબરદસ્ત સંઘ કાઢ્યો હતો. તે સંઘ પાલીથી સં. ૧૮૯ ના માઘ સુદિ ૧૩ રવાના થઈ શકુંજય-ગિરિનાર આદિ અનેક તીર્થોની યાત્રા કરીને શ્રી શંખેશ્વરજી થઈને અષાડ માસમાં રાધનપુર આવ્યો હતો. આ સંઘ સિદ્ધાચલજી ગયેલ ત્યારે ત્યાં અઢી લાખ યાત્રાળુઓ ભેગા થયા હતા. આ સંધ બહુ જ મેટે હતું, તેમાં હજારે માણસો, હજારે ગાડાં, હજારે સવારે, હજારે ઊંટ, હજારે ચોકીદારો, અનેક હાથીઓ, અનેક પાલખીઓ, અનેક માના, અનેક ર વગેરે બહુ સામગ્રી હતી.
(તે અરસામાં જ ગેડીઝ રાધનપુરમાં પ્રગટ થયા હશે એમ જણાય છે.) આ સંઘ રાધનપુર આવેલે એ જ વખતે એક અંગ્રેજ પણ શ્રી ગેડીજીનાં દર્શન કરવા માટે રાધનપુર આવેલ. રાધનપુરમાં એ વખતે પાણીની બહુ જ ખેંચ હતી. શ્રી ગોડીજીના પ્રભાવથી ગેવાઉ નામની નદી નવી નીકળી, વહેતું પાણી પૂરતા પ્રમાણમાં મળવાથી સંધમાં અને ગામમાં બધાને શાંતિ થઈ. સંઘવીએ શ્રી ગેડીજી પ્રભુજીની મૂર્તિને હાથીની અંબાડીમાં પધરાવીને અત્યંત ધામધૂમથી મટે વરઘોડે કાઢી, તે વરઘેડાને લાગલાનટ સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવીને તમામ મનુષ્યોને ગેડીજીનાં દર્શન કરાવ્યાં. તે વખતે વરઘોડામાં પ્રભુજીના વધાવાના સાડા ત્રણ લાખ રૂા. આવ્યા,