________________
૦૮ ]
---[ राजेश्वर महातीर्थ ઉપર પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિ ૧, પરિકરવાની બીજી મૂર્તિ ૩, પરિકર વિનાની મૂર્તિ ૨, ખારા પત્થરની મૂર્તિ ૩, કાઉસગ્ગીયા ૯, સ્ફટિકની મૂર્તિ ૧, ધાતુની મૂર્તિઓ ૨૧ અને ત્રણ ચામુખજીની મૂર્તિઓ ૧૨ ગણતાં અત્યારે કુલ ૧૪૨ જિનમૂત્તિઓ અહીં બિરાજમાન–વિદ્યમાન છે. જ્યારે પ૦ મહિમા એ વિ. સં. ૧૭રરમાં રચેલ
ત્યપરિપાટીની ઢાળ ૧, કડી ૫૬ માં પણ શ્રીશંખેશ્વરજીમાં પૂર્વના દેરાસરમાં ૧૪૨ જિનબિંબ હોવાનું લખ્યું છે (જુઓ તેત્રાંક ૧૪૦). પરંતુ સં. ૧૭રરમાં જે જે જિનમૂર્તિઓ અહીં હતી એ બધીય અત્યારે પણ અહીં જ હશે, એમ માની ન શકાય, એમાં થોડી ઘણી ફેરબદલી પણ કદાચ થઈ હશે જ. અર્થાત અહીંની કઈ મૂર્તિ બહારગામ ગઈ હોય અને બહારગામથી કઈ મૂર્તિ અહીં આવી હિય એ બનવા લાગ્યા છે.