________________
[ ૨૦૦ ]–
– શાશ્વર મદાતીર્થ ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુજી વગેરેની આરસની મનહર મૂર્તિઓ ૩ છે. દેવકુલિકાઓ-દેરીએ –
દેરી . ૧ માં વર્તમાન જિન-માતૃવીશીને પટ્ટ ૧ છે, તેના પર વર્તમાન ચોવીશીની જિન-માતાઓનાં નામે લખેલાં છે. તે પટ્ટની ડાબી બાજુમાં પદ્માવતી દેવીની ખંડિત મૂર્તિ ૧ અને જમણું બાજુમાં યક્ષની ખંડિત મૂર્તિ ૧ છે.
દેરી ન. ૨. આ પદ્માવતી દેવીની દેરી છે, તેમાં વચ્ચે મુખ્ય સ્થાને શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી મનહર મૂર્તિ લે છે, તેને માથે સર્ષની ફણ છે, તેના ઉપર ભગવાનની એક નાની મૂર્તિ કેતરેલી છે. દેવીની બન્ને બાજુએ સાતમા માતંગ યક્ષની એક એક મૂર્તિ છે. કુલ મૂર્તિઓ ૩ છે. આ દેરી નં. ૩ માં વર્તમાનકાળની જિન–ચોવીશીને પટ્ટ ૧ છે, (તેમાં ઉપરથી ચાર મૂર્તિઓ ઓછી છે.) અને પરિકરમાંથી છૂટા પડેલા સફેદ આરસના લગભગ શા ફુટ ઊંચા એક જેડીના જ કાઉસગ્ગીયા બે છે.
દેરી ન. ૪ માં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિયુક્ત આરસની મૂર્તિ ૧ છે, તેના પરિકરમાં બીજી ૨૩ જિનમૂર્તિઓ સુંદર રીતે ગોઠવીને કરેલી છે. એટલે આ એક વીશીને પટ્ટ કહી શકાય. તેની બેઠક પર સંવત વિનાને શ્રાવક જાહાને લેખ છે. તે સિવાય એક ફુટ ઊંચા કાઉસ્સગ્ગીયા ૧ અને પગલાં જેડી ૩ છે.