________________
પ્રકરણ બારમું: મૂર્તિસંખ્યા અને વિશેષ હકીકત ગભગાર (મૂળ ગભારે):–
મૂળ ગભારામાં મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મેટી, ભવ્ય અને રમણીય મૂર્તિ ૧ આરસના પંચતીર્થીના પરિકર સહિત છે. પરિકર સુંદર છે. મૂળનાયકજીની મૂર્તિ પર લેપ થયેલ છે. પરિકરના બને કાઉસગ્ગીચાની ગાદી પર વિ. સં. ૧૬૬૬ના લેખે છે. એટલે આ પરિકરની વિ. સં. ૧૬૬૬ના પોષ વદિ ૮ને શનિવારે અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ છે. ત્યાર પછી તેને અહીં સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળનાયકજીની મૂર્તિની બેઠક કે પરિકરની ગાદી પર લેખ નથી. તથા ધાતુના પંચતીથીના પરિકરમાં વચ્ચે મૂળનાયક તરીકે સફેદ ફટિકરત્નની મૂર્તિ ૧ છે. અને ગભારા –
જમણી બાજુના ગભારામાં મૂળનાયક તરીકે ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની (સ્તો. ૧૨૯) મનહર મેટી મૂર્તિ ૧ છે, તેમની બન્ને બાજુએ સફેદ આરસના લગભગ ચાર ચાર ફુટ ઊંચા, મનહર શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથના એક એક કાઉસગ્ગીયા (ઊભી મૂર્સિ) છે. પ્રત્યેક કાઉસગ્ગીયામાં ભગવાનની ૧૧-૧૧ બીજી મૂર્તિઓ કોતરેલી છે. એટલે બને મળીને એક ચોવીશી ગણાય. તે બન્ને કાઉસગ્ગીયાની ગાદી પર વિ. સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારના લેખો છે.