________________
v૦ ૨૨ નવું મં]િ
–[ ૧૭ ] દેરી નં. ૨ (પદ્માવતી દેવીની દેરી)ને મુખ્ય દરવાજે ખૂબ સુંદર કેરણદાર મકરાણુનો બને છે.
ભમતીની તમામ દેરીઓની અંદર અને બહાર ભીંતમાં પાટડા સુધી આરસ જડેલે છે. ફક્ત બધા સ્તંભો અને પાટડાથી ઉપરના ભાગમાં ચૂનાની કલઈ કરાવેલ છે. તેમાં થયેલું નવું કામ –
મૂળ ગભારે બાજુના બન્ને ગભારા અને ગૂઢમંડપની દીવાલે ઉપર બહારના ભાગમાં આરસ-મકરાણાની ખોળજૂના સભામંડપની પાસે બીજે નવો સભામંડપ, દેરીઓમાં, ભીંતમાં અને ચોકમાં આરસ ચડવાનું, ગૂઢમંડપમાં મનોહર ચિત્રકામ વગેરે કામ સં. ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીમાં થયેલ છે. અત્યારે આ જિનાલય સાક્ષાત્ દેવવિમાન જેવું શોભી રહ્યું છે. તેના શિલાલેખે –
આ દેરાસરમાંથી મૂર્તિઓ, કાઉસ્સગ્ગીયા, પરિકરની ગાદીઓ, પટ્ટો, ધાતુની મૂર્તિઓ, પાદુકાઓ અને દીવાલમાંના મળીને કુલ પચીશ શિલાલેખો મલ્યા છે, તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ નો અને સૌથી નવામાં ન સં. ૧૯૧૬ નો છે. એ બધા લેખે પરિશિષ્ટ નં. ૧ માં ગુજરાતી ભાષાન્તર સાથે આવ્યા છે. દેરી નં. ૫૧–પર વચ્ચેના ખૂણાની દેરીની અંદરની નાની દેરીમાં બે પાદુકાપટ્ટ છે. તે વિષમ સ્થાનમાં અને અંધારામાં હોવા છતાં ઘણું પ્રયાસે એ બન્ને પરના લેખે ઉતારી લીધા છે, પરંતુ એ નાની દેરીની બહાર બીજા આઠ પાદુકાપટ્ટો છે, તેના ઉપર થોડા