________________
[ ૬૮ ] –
– રેશ્વર મહાતીર્થ (૩) સંઘવી દેસલે ગુરુ સાથે ચતુર્વિધ સંઘ સહિત અહીંની યાત્રા કરીને મહોત્સવપૂર્વક સંઘપતિનાં સર્વ કૃત્ય કર્યા. (સ્તે. ૨૨)
(૪) ઉપાધ્યાય શ્રીઉદયરત્નજીએ ખેડાથી નીકળેલા ચતુર્વિધ સંઘ સાથે વિ. સં. ૧૭૫૦ની આસપાસમાં અહીંની યાત્રા કરી.
(૫) ધામી વીરજીએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે તપાગચ્છીય નાયક શ્રીવિજયસેનસૂરિજી (બીજા), શ્રીવિજયધર્મસૂરિજી, ઉપાધ્યાય શ્રીરાજવિજયજી, અમૃતવિજયજી વગેરે ઘણા યતિઓએ આ તીર્થની વિ. સં. ૧૮૩૦ ના માઘ વદિ ૯ ને દિવસે યાત્રા કરી. (તે. ૬૭). | (૬) વીસલનગરનાર સંઘ સાથે પં. શ્રીઉત્તમવિજયજીના શિષ્ય પં. શ્રીપાવવિજયજીએ સં. ૧૮૩૪ના માગશર વદિ ૫ શુકવારે આ તીર્થની યાત્રા કરી. (સ્ત. ૮૫)
(૭) તપાગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિજયજિમુંદ
૧ આ સંધ, ક્યા ગામથી નીકળેલ ? તે આમાં કંઈ લખ્યું નથી. પરંતુ અત્યારે પણ રાધનપુરમાં ધામી જેસીંગલાલ નેમચંદ વગેરે ધામી કુટુંબ વસે છે. કદાચ તેમના પૂર્વજોએ આ સંઘ કાક્યો હોય.
૨ આ વીસલનગર તે ગુજરાતમાં મહેસાણુ પાસે આવેલું વીશનગર અથવા તે નાની મારવાડમાં એરણપુરારેડ સ્ટેશન પાસે આવેલું વીશલપુર હોવું જોઈએ.