________________
– રાજ મતીર્થ ચડ્યા પછી રસ્તે ન મળે. મૂંઝવણમાં પડ્યા. થોડી વારમાં એક કાળે ઘોડેસ્વાર આવ્યું. તેણે કહ્યું કે તમે રસ્તો ભૂલ્યા છે, મારી પાછળ પાછળ આવજે. તેની પાછળ પાછળ ઠેઠ શિંખેશ્વરજીના ઝાંપામાં પહોંચ્યા, એટલામાં પેલે ઘડેસ્વાર
ક્યાંઈ અદશ્ય થઈ ગયે. આ કિસ્સો જેમને બન્યો હતો તે શ્રાવક હરગોવિંદના મુખથી જ મેં સાંભળીને અહીં -આપેલ છે.
| (૩) ઘણીવાર યાત્રાળુઓ અંધારી રાતે શખેશ્વરજી આવતા હોય અને રસ્તે ભૂલવાથી ભય જેવું લાગતું હોય તો શંખેશ્વરજીના મંદિરના શિખર ઉપર જાણે સચેલાઈટ મૂકી હોય તે દી દેખાય છે અને તેને પ્રકાશ ત્રણ ચાર ગાઉ સુધી પડે છે. તેના અજવાળાથી યાત્રાળુઓ ગામમાં પહોંચી જાય છે. ગામમાં પહોંચી ગયા પછી જુએ તો શિખર ઉપરનો દી કે તેને પ્રકાશ કંઈ પણ મળે નહીં. આ કિસાને નજરે જોયેલ શંખેશ્વરના વૃદ્ધ ચોકીદાર–રજપૂતો પાસેથી આ વાત મેં સાંભળીને અહીં લખી છે.
(૪) શંખેશ્વર ગામ બહાર ઉત્તર દિશામાં શમશાન તરફ હાલમાં એક માટે ખાડે છે. પ્રાચીન કાળમાં આ ગામના રહીશ એક ગૃહસ્થની ગાય હમેશાં ચરીને ઘેર પાછા આવતી - વખતે તે ખાડાને સ્થાને જતી, ત્યાં તેનું દુધ ઝરી જતું. ઘેર આવ્યા પછી દૂધ ન નીકળે, ગોવાળીઆ સાથે વખતે વખતે તકરાર થતાં થોડા દિવસ પછી તે માટે ખાત્રી કરવા ગાયની પાછળ પાછળ બરાબર તપાસ રાખતાં તે ખાડામા સ્થાને ગાયનું દૂધ ઝરી જતું જોયું. એટલે ત્યાં કેઈ ચમ