________________
[ ૧૭ ]–
—[ રેશ્વર મહાતીર્થ ઉઘાડી નહીં આપ્યા હોય અને કવિવર ઉદયરત્નજી તથા શ્રીસંઘને દર્શન કર્યા પછી જ ભેજનાદિ લેવાની પ્રતિજ્ઞા હાઈ કવિવર ઉદયરત્નજીએ એકાગ્ર ચિત્તથી ભક્તિમાં તલ્લાલીન થઈને ત્યાં જ ઊભા ઊભા પાસ સંખેસરા, સાર કર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે,” (સ્તે. ૪૩) આ છંદની રચના કરીને સ્તુતિ કરવા લાગ્યા. તેમની ભક્તિ અને દઢતાથી પ્રસન્ન થઈને નાગરાજ ધરણેન્દ્ર તે પેટીનાં કમાડ અથવા તો દેરાસરનાં દરવાજાનાં કમાડ ઉઘાડી નાંખ્યાં. સ સંઘે
૧ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ” નામની પડીમાં લખ્યું છે કે “કવિ ઉદયરત્નજી સંઘ સાથે જ્યારે શંખેશ્વરજી પહોંચ્યા ત્યારે દેરાસરનાં દ્વાર બંધ હતાં.” જ્યારે માસ્તર પોપટલાલ સાંકળચંદે છપાવેલ “સ્તવનાદિ સંગ્રહ” ( અર્થ સાથે) નામની ચોપડીમાં ઉક્ત સ્તવન (છંદ) છાપેલ છે, તેની નીચે કુટનેટમાં તેમણે લખ્યું છે કે-“કવિ ઉદયરત્નજી સંઘ સાથે શખેશ્વરજી પહોંચ્યા, તે વખતે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરેના કબજામાં હતી. તેઓ પેટીમાં રાખતા અને યાત્રાળુઓને એક સેનામહોર લઈને દર્શન કરાવતા.” આ વાત કદાચ સાચી પણ હોય. ઉક્ત સ્તવન (છંદ)ની રચના જોતાં આ વાતની છાયા તેમાં હોય એ પ્રતિભાસ થાય છે. સંભવ છે કે-ગામમાં જૂના મંદિરનું જે ખંડિયેર ઊભું છે, તેને નાશ મેગલ બાદશાહ ઔરંગઝેબની મુસલમાન ફેજે કર્યો હોય, તે વખતે ગામના ઠાકરેએ બચાવ માટે કાંઈક પ્રયત્ન કર્યો હોય, લડ્યા હોય, અને ઉક્ત મૂર્તિને સંતાડી દીધી હેય અને મંદિર તેડીને મુસલમાની ફેજ ગયા પછી ઉક્ત મૂર્તિને થોડાં વરસો સુધી પોતાના કબજામાં રાખીને યાત્રાળુઓ પાસેથી દર્શન કરાવવાના બદલામાં દ્રવ્ય લેતા હેય.