________________
૧૪ લેખ છે. તેની બાજુના એક સુંદર ગોખલામાં એક કાઉસગિયા પ્રતિમા છે, જેની ઉપર એક જિનપ્રતિમા વિરાજમાન છે.
જમણે હાથ તરફની છકીની એક દેરીમાં અંબાજી માતાની માટી મૂર્તિ છે. છકીના ડાબા હાથ તરફના કારણુંભર્યા એક સ્તંભ ઉપર સં૦ ૧૩૧૦ના વૈશાખ સુદિ પ ને લેખ છે. એ સ્તંભ “પરવાડ શ્રેષ્ઠી આસપાલે આરસણનગરના અરિષ્ટનેમિ જિનાલયમાં ચંદ્રગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી એક સ્તંભ યથાશક્તિ બનાવ્યો” એવી હકીકત લખી છે. છકીમાં સામેના બે ગોખલા ખાલી છે. તે પિકી એકમાં ખાલી પરિકર છે. બાજુમાંના ત્રણ ગોખલા મૂતિ વિનાના છે.
સભામંડપના ડાબા હાથ તરફના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંતની આરસપાષાણની એકતીથી પરિકરયુક્ત મનહર પ્રાચીન પ્રતિમા છે. આ મૂર્તિની શ્રીવિજયદેવસૂરિએ સં. ૧૯૭૫ માં પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. એ ગભારામાં બાજુના બે ગોખલામાં મૂતિઓ નથી પણ સં૦ ૧૩૩૫ ના લેખેવાળાં પરિકરે મૌજુદ છે.
જમણે હાથ તરફના ગોખલામાં મૂળનાયક શ્રીપા. નાથ ભગવંતની પ્રાચીન એકતીથીના પરિકરયુક્ત ભવ્ય અને દર્શનીય પ્રતિમા છે. આ પ્રતિમા એવડી મોટી છે કે નીચે ઊભા રહીને ભગવંતના લલાટની પૂજા કરી શકાતી નથી, તેથી તેની બાજુમાં લાકડાની ઘડી મૂકેલી છે.