SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ખરચીને શ્રીનેમિનાથ ચૈત્યમાં શ્રીનેમિનાથ ભ૰ની પ્રતિમા ભરાવી અને તેની, જેમના ઉપદેશથી રજિત થયેલા એવા સમગ્ર રાજવીઓના સમૂહમાં ઇંદ્રસમા પાતશાહ અકબરે આપેલા ‘ જગદ્ગુરુ’ બિરુદવાળા ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિની પાટે જાણે પૂર્વ દિશારૂપ પર્યંત ઉપર સૂર્યના પ્રભામ`ડલ સમાન દીપતા ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિના શિષ્ય, ચંદ્રસમા અને પટ્ટાલંકારોની શ્રેણિમાં તિલક સમા છે, તેમજ જેમના સૌભાગ્યરૂપ ભાગ્ય અને વૈરાગ્ય ગુણાથી આનંદિત થયેલા એવા પાતશાહ જહાંગીરે આપેલા ‘ મહાતપા’ બિરુદવાળા તેમજ પંડિત કુશલસાગર ણિ વગેરે પિરવારથી અલ'કૃત એવા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી, વહેારા રાજપાલના નમસ્કાર સફળ થાઓ. આજ પથ્થરની ડાબી બાજુએ ખૂણામાં—— સં૦ ૧૬૭પના મહા સુદ્ઘિ ૪ ને શનિવારે શા. જણુદાના પુત્ર વાછા, તેની પત્નીએ રૂા. ૧૦૮૫ દેવ નિમિત્તે આપ્યા. [૧૭] સં૦ ૬૭૧ (જૂએ પૃ૦ ૩૩, લે૦ નં૦ ૧૯) [૧૮] સં૦ ૨૬૭૧ (જૂએ પૃ૦ ૩૪, લે૦ ૨૦) [^] મ શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાં એક છૂટી ખંડિત (જૂની) મૂતિ પરના લેખ——
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy