________________
૧૧૫
[૨] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રીશાંતિનાથ ભ૦ ની પ્રતિમા ઉપરને લેખ– __ सं० १३९१ वर्षे प्रा० श्रे० नागडभार्या साऊपुत्र माकन भीमासमुदायेन श्रीशांतिना(*)थबिंब कारितं प्रतिष्ठितं बृहद्गच्छीयश्रीविजयचंद्रसूरिपट्टे श्रीभावदेवसूरिभिः ॥
–સં. ૧૩૯૧ માં પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી નાગડ, તેની ભાર્યા સાફ, તેના પુત્ર માકન, ભીમા વગેરે સમુદાયે શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની બહગચ્છીય શ્રીવિજયચંદ્રસૂરિના પટ્ટધર શ્રીભાવદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૪] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની મૂર્તિ ઉપરનો લેખ–
सं० १३९४ वर्षे वैशाष सुदि ७ सोमे व्य० चकमभार्या हांसलदेविसुत श्रे०सामतभा(*)र्या बाडू सुत आसाकेन पितामहीश्रि(श्रे)योथै श्रीपार्श्वनाथबिंबं कारी(रि)तं प्रतिष्ठितं श्रीरत्नाરસૂરિમિઃ |
– સં. ૧૩૯૪ ના વૈશાખ સુદિ ૭ ને સોમવારે વ્ય ચકમ, તેની ભાર્યા હાંસલદેવી, તેના પુત્ર શ્રેષ્ઠી સામત, તેની ભાર્યા બાડૂ, તેના પુત્ર આસાએ પિતામહીના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીરત્નાકરસૂરિએ પ્રતિષ્ઠા કરી.