SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી અને વરસાદમાં જામેલી લલના કારણે દેરાસરે ઉપર કાળાશ છવાયેલી જોવાય છે. અહીં ૩૬૦ દેરાસરો હતાં અને તે અંબિકાદેવીએ બાળી નાખ્યાં એવી હકીકત જે પુસ્તકમાં લખેલી મળે છે તે બ્રાહ્મણોએ દેવીનું માહામ્ય વધારવા ઉપજાવી કાઢેલી છે એમાં શંકા નથી. અહીં ૩૬૦ દેરાસરે હોય એવો કોઈ ઉલ્લેખ ક્યાંયથી પણ જોવા-જાણવામાં આવ્યો નથી. એટલાં મંદિરો માટે અહીં એટલી જમીનને અવકાશ જ નથી અને દેવીએ જે દેરાસરને બાન્યાં હોય તે પાંચ દેરાસરને સાબૂત કેમ રાખે ? સ્પષ્ટ છે કે, આવી વાત પાછળ કંઈ તથ્ય નથી. ભંડારેલી પ્રતિમાઓ હાલ ક્યાં છે તે હજુ સુધી જાણ વામાં આવ્યું નથી. જેમ આબૂ ઉપર હજી વિમલશાહ અને વસ્તુપાલ-તેજપાલનાં દેરાસરની પ્રાચીન મૂર્તિઓને પત્તો લાગ્યો નથી તેવી હકીકત આ આરાસણની પ્રતિમાઓ વિશે પણ બની હોય એમ લાગે છે. આરસ પાષાણુની ખાણેના માલિક . ઉપર જણાવ્યું તેમ સં. ૧૩૪ પછી આરાસણનાં મંદિરે વિશે ઉલ્લેખ મળતું નથી પણ આરાસણની ખાણમાંથી જિનપ્રતિમાઓ માટે આરસપાષાણ લેવાતું હતું તેના ઉલ્લેખ મળે છે. આરાસણના રાજા ખાણના માલિક રાજા મહીપાલદેવ, જેમનો ઉલ્લેખ શિલાલેખોમાં પણ આવે છે તેમની કથા “નાભિનંદનજિદ્ધારપ્રબંધ” માં આપી છે તે જાણવા જેવી છે.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy