________________
-
૩
- પેથડ પુત્ર ઝાંઝણે સંવ ૧૩૪૦ના માહ સુદિ ૫ ના દિવસે માંડવગઢથી તીર્થયાત્રાની શરૂઆત કરી હતી. તેણે આ ધર્મષસૂરિ ગુરુને સાથે રાખ્યા હતા. તેણે ચિત્રકૂટ જઈને ત્યાંથી આઘાટપુર, નાગદ્રહ, જીરાપલ્લી, અબુંદગિરિ, ચંદ્રાવતી પછી આરાસણ જતાં મુંજાલ ભીલને વશ કર્યો અને આરાસણ જઈ ત્યાંથી તારણગિરિ પ્રહલાદપુર પછી શત્રુંજય તીર્થની યાત્રા કરી. - બસ, એ સમય પછી એટલે ચૌદમા સૈકાના મધ્ય કાળમાં આ તીર્થમાં સ્થાપના, પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનું કામ બંધ પડે છે. કેમકે સં. ૧૩૯૪ પછી લગભગ સવા ત્રણસો વર્ષ પછી એટલે સં. ૧૯૭૫માં આ તીર્થને જીર્ણોદ્ધાર વિજયદેવસૂરિના હાથે થયે.
આરાસણનું પતન આ હકીકત આપણને એમ માનવા પ્રેરે છે કે, ચોદમા સિકાના મધ્યકાળમાં ગૂજરાત ઉપર જે નાશની નેબત ગગડી તેમાં આ આરાસણ તીર્થ પણ બચી શકયું નહીં. આબૂનાં દેલવાડાનાં મંદિરે ઉપર પણ મુસ્લિમ ધાડાંએ ઘા કરવાનું છેડ્યું નહીં. ચંદ્રાવતી જેવાં નગરને તે મુસલમાનેએ પાધર જેવાં બનાવી મૂક્યાં, જેનું આજે નામનિશાન રહ્યું નથી.
આ નાશમાં ગુજરાતને રાજા કરણ ઘેલ અને તેને નાગર મંત્રી માધવ કારણભૂત હતા. એ વિશે આ પ્રકારે
હકીકત જાણવા મળે છે. - પાટણમાં વાઘેલા વંશને છેલે રાજા કરણ વાઘેલા