SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ અરાસણ મોટું નગર હતું. અહીંના સુરાહીના લેખે આ નગર વેપારનું કેંદ્ર હોવાનું સૂચન આપે છે અને અનેક વિશિષ્ટ આચાર્યોએ આ નગરમાં પદાર્પણ કરી જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ વગેરે કરાવ્યાં એથી જણાય છે કે, આ નગરમાં શ્રાવકેની બહોળી વસ્તી હશે અને માટે ભાગે તેઓ સંપન્ન હશે. ઉપર્યુક્ત શેઠ જિનદાસ, શેઠ શરણદેવ વગેરેની હકીકતથી એ વાતને પુષ્ટિ મળે છે. આ નગરના નામ ઉપરથી થારાપદ્રીયગચ્છના આચાર્ય શ્રીયશેદેવસૂરિ સં ૧૧૮૪થી “આરાસણગચ્છ” નીકળે હતે. એટલે અહીં આચાર્યોનાં ચતુર્માસ નિરંતર થતાં રહ્યાં હશે. આ સિવાય વાદી દેવસૂરિએ સં. ૧૧૯૩માં અને સં. ૧૨6માં આ આરાસણ તીર્થના શ્રી નેમિનાથ ભવની પ્રતિષ્ઠા કરી હતી. ' વળી, ચૌદમા સિકાની આસપાસ થયેલા શ્રીમુનિશેખરસૂરિના પટ્ટધર શ્રીધર્મદેવસૂરિએ આરાસણાતીર્થની પ્રતિષ્ઠા કરી હતી એમ “વિવિધગચ્છીયપટ્ટાવલીસંગ્રહમાંની બહપાસાલિકપટ્ટાવલી” (પૃ૦૨૭)માં કરેલા આ પ્રકારના ઉલ્લેખથી જાણવા મળે છે– “તસ્માત શ્રીફેવરિટ ઉતારા નતીર્થસબ્રતિક: ” –શ્રી ધર્મદેવસૂરિએ આરાસણા તીર્થમાં પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કયા મંદિરની ક્યારે કરી એ જાણવામાં આવ્યું નથી.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy