________________
આરાસણુની આરસપાષાણુની ખાણે
મંત્રી વિમલશાહે આબૂ ઉપર જે વિમલવસહી પ્રાસાદ બંધાવ્યો તેમાં વપરાયેલ સમગ્ર આરસપાષાણુ આરાસણની ખાણમાંથી લાવવામાં આવ્યો હતો અને એ આરસપથ્થરને આબુ ઉપર ચડાવવા માટે આરાસણ તરફની સીધી પાજ (રસ્તે) બાંધવામાં આવી હતી. મેહ કવિ (સં. ૧૪૯) પિતાની “તીર્થમાળામાં એ વિશે આ પ્રકારે જણાવે છે–
દિગવિજઈ કરી શ્રીવિમલ ઘરિ આવિઓ, ગુરૂતણે વચને પ્ર(પ્રા)સાદ મંડાવિયા; મેકલિયા જણ ખાણિ આરાસણે, રૂપમઈ થાંભ તુહે કાઢિ તિહાં ખણી. પાટ થંભા સિરાં ઘાટ દેઉલતણા, ખાણિ તીરઈ રહિએ ઘડઉ અતિઘણું; જેતરિયા રહકલ વૃષભ કૃલિરિ ચરઈ, દેવિ અંબાઈ વિનઈ સદાનેવજ કર. ૪૩ વાટ રહકલ તીણું ગામ વાસિયાં ઘણાં, પૂરવી ચિતવિ૬ સાર સવિહં તણઉં, નયર ચંદ્રાવતી ઘાટ આવિઉ ઘડિવું, પાજ આરાસણતણું વેગિ ઊપરિ ચડિG; પૂરિયાં ભિડલાં પીઠ બાંધ્યાં ઘણું, નીપનઉ ગભારઉ શ્રીવિમલવસહીતણુઉ” ૪૪
આ જ પ્રકારે મંત્રીશ્વર વસ્તુપાલ–તેજપાલે આબુ ઉપર લુણવસહી મંદિર બંધાવેલું તેમાં વપરાયેલે બધા