________________
હતુતિચતુર્વિશતિકા
[૮ શ્રીચન્દ્રપ્રભ
આ સ્યાદ્વાદનું સ્વરૂપ અતિશય ગંભીર તેમજ વિચારવા લાયક હેવાથી, તે સંબંધમાં આ સ્થલે એક ટુંકનોંધ લેવી અનાવશ્યક નહિ ગણાય અને તે એ છે કે દરેક દર્શનકારે સીધી કે આડકતરી રીતે આ સ્યાદ્વાદ શૈલીનું શરણ લીધું છે. દાખલા તરીકે, વિરૂદ્ધ સ્વભાવવાળા સત્વ, રજસ્ અને તમસ એ ત્રણે ગુણોની સામ્યવસ્થાને “પ્રકૃતિ” યાને “પ્રધાન” માનનાર સાંખ્ય દર્શન એ સ્યાદ્વાદરૂપી સમ્રાટની આજ્ઞા લેપી શકતું નથી. તેમજ વળી પૃથ્વીમાં નિત્યત્વ તેમજ અનિત્યત્વ એવા બે અરસ્પર વિરૂદ્ધ ધર્મો સ્વીકારનાર તૈયાયિક તેમજ વૈશેષિક દર્શનને પણ સ્યાદ્વાદની સેવા સ્વીકારવી પડી છે. પંચવર્ણ મેચક નામના રત્નના જ્ઞાનને એક તેમજ અનેક આકારે માનનાર બૌદ્ધ દર્શનની પણ એજ સ્થિતિ છે. પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેયરૂપ વિશેષતાઓને એક જ્ઞાનમાં સદભાવ માનનાર મીમાંસક દર્શન પણ સ્યાદ્વાદ-મુદ્રાથી મુદ્રિત છે. આવી રીતે જાતિ અને વ્યક્તિ એમ ઉભય સ્વરૂપી વસ્તુ માનનાર ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદને તિરસ્કાર કરી શકે તેમ નથી. આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ યાને મુક્ત માનનાર બ્રાવાદી પણ સ્યાદ્વાદની અવગણના કરી શકે નહિ.
આ ઉપરથી જૈનેતર મતવાળાએ અંધભુજંગ ન્યાય વડે કરીને સ્યાદ્વાદ શૈલીનું અનુકરણ કર્યું છે એમ જે કહેવામાં આવે છે, તેમાં સત્ય હકીક્ત શી છે તેનું દિગ્દર્શન થાય છે..
આ સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ જે ઘણી વખત કહેવામાં આવે છે, તેમજ આ સ્યાદ્વાદ સિકર, વ્યતિકર, વિરોધ ઈત્યાદિ દેથી દૂષિત છે, એમ પણ જે માનવામાં આવે છે તે હકીક્તમાં કેટલું સત્ય રહેલું છે, એ વાત ન્યાયતીર્થ, ન્યાયવિશારદ, ઉપાધ્યાયશ્રી મંગલવિજયજીકૃત તત્ત્વાખ્યાન (ઉત્તરાર્ધ, પૃ. ૧૪૬–૧૬૧) તરફ દષ્ટિપાત કરવાથી જોઈ શકાશે. અત્ર તે એટલુંજ નિવેદન કરવું બસ છે કે આ સંબંધમાં તાર્કિકેના તકે અતિપ્રબલ છે. ખાસ કરીને આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા નામને ગ્રંથ દર્શનીય તેમજ વિચારણીય છે. આ સ્યાદ્વાદની કેટલી મહત્તા છે, તેના સંબંધમાં શ્રીવાદિદેવસૂરિ શું કહે છે તે જાણવું હોય તે વિચારે નીચેને ક–
"प्रत्यक्षद्वयदीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसरः
शाब्दध्यात्तकरालवत्रकुहरः सद्धेतुगुजारवः। प्रकीडन् नयकानने स्मृतिनखश्रेणीशिखाभीषणः સંશાવાવિન્યુ વિગતે ચારચાનના ”
–સ્યાદ્વાદરત્નાકર
૧- આ સંબંધમાં વિચારે યશવિજયજીકૃત અધ્યાત્મપનિષદૂ અને હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગ-સ્તોત્રને અષ્ટમ પ્રકાશ.
૩ અંધભુજંગ (આંધળે સાપ) જે બિલ (રાડા)માંથી નીકળે છે ત્યાંજ ફરી ફરીને પાછો આવે છતાં એમ માને કે હ તે અન્યત્ર આવી રહ્યો છે, કેમકે હું ખૂબ ચાલે છે. તેવી જ રીતે કેટલાક મતાનયાથીઓ સ્યાદ્વાદની સીધી સડક ઉપર આવ્યા છતાં પોતે એકાનપક્ષના સભ્ય હેવાને લીધે, અનેકાન્તવાદ તરફ ધૃણાથી જીએ છે. આ પણ જગતની એક વિચિત્રતા! ! !