________________
પ્રસ્તાવના જૈન સાહિત્ય-વાટિકામાં પ્રસંગે પાત્ત ફરતાં ફરતાં મારું મન સ્વાભાવિક રીતે તેના સુંદર, રસિક અને મનોરંજક કાવ્ય-કુંજ તરફ આકર્ષાયું. તેમાં પણ વળી મધુરમાં મધુર દ્રાક્ષ-લતાને પણ તિરહિત કરનારી, સુન્દરમાં સુન્દર સુન્દરીના સૌન્દર્યને પણ શરમાવનારી, કુશળ કવીશ્વરોને પણ પિતાની ચમત્કૃતિ વડે ચકિત કરનારી એવી આ સ્તુતિચતુવિંશતિકારૂપી લતા તરફ મારી દષ્ટિ પડતાં તે મને અપૂર્વ આનન્દ થયે. વિશેષમાં એકેક જિનેશ્વરની મુખ્યતાવાળી સ્તુતિરૂપ ચાર ચાર પદ્ય-કલિકાના ગુચ્છકથી શોભતી આ લતાના વીસ ગુચ્છકોના અનુપમ રસને આસ્વાદ લેતાં મને એ સહજ વિચાર થયે કે કાવ્ય-રસિક જનેએ તે આવી લતાને જરૂરજ પરિચય કર જોઈએ. પરંતુ જેણે સંસ્કૃત સાહિત્યને યથેષ્ટ અભ્યાસ ન કર્યો હોય તેને માર્ગ દશવવારૂપ સાધનની આવશ્યકતા રહેલી છે એ તરફ પણ મારું ધ્યાન ખેંચાયું. આથી કરીને તેવું સાધન પૂરું પાડવા મેં વિચાર કર્યો. આ પુસ્તક તે આ વિચારનું પરિણામ છે તે વાત હવે નિવેદન કરવાની બાકી રહેતી નથી.
આ કાવ્યનું પ્રાથમિક દર્શન અને કાવ્ય-માલાના સમ ગુચછકમાં થયું. ત્યાં આપેલી આ કાવ્યની અવચૂરિ તરફ દષ્ટિપાત કરતાં આ કાવ્ય સમજી શકાય તેમ છે એમ મને લાગ્યું. આટલું સાધન મળતાં મ આ કાવ્યને ગુર્જર ગિરામાં અનુવાદ કરવા માંડશે. પ્રસંગતઃ જર્મન ભાષામાં લખાયેલાં જૈન સ્તુતિ, સ્તોત્ર આદિનાં ભાષાંતરે સંબંધી જર્મન માસિકમાં તપાસ કરતાં આ કાવ્યનું ડૉ. યાકેબી (Jacobi)એ જર્મન ભાષામાં કરેલું ભાષાંતર મારા જોવામાં આવ્યું. આ વાત મેં એનેસ્લેવાકીયા ( Czechoslovakia)ના પ્રતિનિધિ ( Consul) તરીકે અહિં પધારેલા
૧ આ અવસૂરિના કર્તા સંબંધી કંઈ ખબર નથી, પરંતુ તેઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યના સમકાલીન કે ઉત્તર કાલીન, નહિ કે પૂર્વકાલીન હોવા જોઈએ એમ લાગે છે; કેમકે આ વાત શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન અને શ્રી બભિધાન-ચિન્તામણિમાંથી અવચૂરિકારે ટાંચણ (quotation) રૂપે લીધેલા પાઠ ઉપરથી પૂરવાર થાય છે.
જૈનગ્રન્થાવલી (પૃ. ૨૮૨) ઉપરથી આ સ્તુતિ-ચતુર્વિશતિકાને લગતી એક અવચૂરિ હેવાનું જોઈ શકાય છે. પરંતુ તે આજ છે એમ કહી શકાતું નથી, કારણ કે શ્રીમાન્ હેમચન્દ્રાચાર્યને જન્મ વિક્રમ સંવત ૧૧૪પ માં (કાર્તિક પૂર્ણિમાને દિવસે ) અને તેમનો દેહોત્સર્ગ વિસં. ૧રર૮ માં થયાની વાત સુપ્રસિદ્ધ છે. આથી કરીને વિ૦ નં૦ ૧૧૫૧માં અર્થાત છ વર્ષની નાની ઉમરે તેઓએ ઉપર્યુક્ત પ્રૌઢ ગ્રન્થ રહ્યા હોય એમ માની શકાતું નથી. આ ઉપરથી જૈનગ્રન્થાવલીમાં જે અવચૂરિના સંબંધમાં સં. ૧૧૫૧માં ધર્મચન્દ્રના શિષ્ય રાજમુનિએ રચેલી હેવાને ઉલ્લેખ છે તે અવસૂરિ આનાથી જૂદી હોવી જોઇએ અથવા તે સાલ આપવામાં ત્યાં ભૂલ થઈ હશે. આ નિર્ણય કરવા એ પ્રતિ જેવી જોઈએ.