________________
સ્તુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દન
સ્પષ્ટીકરણ શ્રીઅભિનન્દન
આ જૈનેના ચોથા તીર્થકરને જન્મ અયોધ્યા નગરીમાં થયે હતે. સિદ્ધાર્થ રાણ અને સંવર રાજા તેમનાં માત-પિતા થતા હતાં. તેમને સુવર્ણવર્ણ તેમજ ત્રણસે ધનુષ્યપ્રમાણ દેહ વાનરના લાંછનથી વિશેષતઃ શોભતે હતો. ભેગ-ફલ-કર્માનુસાર તેમણે પણ લગ્નગાંઠથી બંધાવું પડ્યું હતું. અંતમાં ગૃહ-વાસને ત્યાગ કરી અનુપમ ચારિત્ર ગ્રહણ કરી, તીર્થકરને યેગ્ય કાર્ય કરી, પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે સિધાવ્યા. તીર્થકરોને ધ્વનિ–
અત્ર અભિનન્દન નાથને “સુર” અર્થાત “દિવ્ય વનિ વાળા” કહ્યા છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ વિશેષણ તે સમસ્ત તીર્થકરને લાગુ પડે છે કેમકે પ્રત્યેક તીર્થંકરની વાણું અમૃતસમાન મધુર એક જ પર્યત સંભળાય તેવી, દરેક જીવને રૂચિકર, ઈત્યાદિ અનેક ગુણેએ વિશિષ્ટ છે. શાસ્ત્રમાં તેને સામાન્યતઃ (૩૫) ગુણે સહિત વર્ણવવામાં આવે છે. આ પાંત્રીસ ગુણ સંબંધી માહિતી અભિધાનચિત્તામણિ (પ્રથમ કાર્ડ, કાંક ૬૫-૭૧) માંથી મળી શકશે. ગ્રન્થ-નૈરવના ભયથી અત્ર તેને ઉલેખ કરવામાં આવતું નથી. તીર્થંકરની વાણી વિવિધ ગુણેથી વિશિષ્ટ હવાને લઈને તે મુમુક્ષુ જનને અતિ હિતકારી થઈ પડે છે. આ સંબંધમાં શ્રીસિદ્ધસેન દિવાકરે કેવા વિચારે દર્શાવ્યા છે, તે તેમની કલ્યાણ મંદિર સ્તોત્ર નામની અલૈકિક કૃતિના નીચેના લેક ઉપરથી જોઈ શકાય છે.
“स्थाने गभीरहृदयोदधिसम्भवायाः
पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसंमदसङ्गभाजो भध्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥”–वसंततिलका
–૨૧ કાંક. અથ– હે નાથ! ગંભીર હદયરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી તમારી વાણી અમૃતસમાન છે એમ જે કહેવામાં આવે છે તે યુક્ત છે; કારણ કે જેમ અમૃતનું પાન કરવાથી અજરામર થવાય છે, તેવી જ રીતે તમારી વાણરૂપી સુધાનું અત્યંત હર્ષભર પાન કરીને ભવ્ય જને પણ સત્વર અજરામર પદ મેળવવા ભાગ્યશાળી બને છે.
હવે આ વાણીના સંબંધમાં એટલુંજ નિવેદન કરવું બાકી છે કે દિગમ્બરે આવી વાણી પ્રભુના મુખમાંથી બહાર નીકળતી નથી, પરંતુ એકાએક તેમના મસ્તકમાંથી આ દિવ્ય ધ્વનિ બહાર પડે છે, એમ માને છે. શ્રીઅભિનન્દનને આપેલી સિંહની ઉપમા
આ પદ્યમાં અભિનન્દન નાથને સિંહની ઉપમા આપી તે યથાર્થ છે, કેમકે તેમનું ઉદર સિંહસમાન છે, વળી તેમને વનિ સિંહની ગર્જનાથી કંઈ ઉતરે તેમ નથી તેમજ વળી જેમ
૧ દિવ્ય ધ્વનિ એ આઠ પ્રાતિહાર્યો પૈકી એક છે.