________________
ll ધરણેન્દ્ર – પદ્માવતિ પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | વિક્રમની અગ્યારમી સદીમાં થયેલા સરસ્વતી કૃપાપાત્ર. વાદિવેતાલ બિરૂદ ધારક.. આચાર્યદેવા શ્રી શાંતિસૂરીશ્વર વિરયિત સહસ્ત્રાધિક વર્ષ પ્રાચીન શ્રી જિનાભિષેક વિધિ ગ્રન્થાનુસાર
||श्री अर्हद अभिषेक महापूजन विधि । પૂર્વ તૈયારી : ૧૦ X ૧૨નું એકશૂટ કે દોઢ ફૂટ ઉચું સ્ટેઝ બનાવવું તેને સુંદર રીતે સુશોભિત કરવું. શ્રી સીમંધર સ્વામિ કે આદીશ્વર ભગવાનનાં મોટી સાઈજનાં પાષાણનાં અથવા પંચધાતુનાં પ્રતિમાજી હોય તો વધારે સારું શક્ય ન હોય તો કોઈપણ ભગવાનનાં પ્રતિમાજી ચાલે સિંહાસનના ત્રણ ગઢ ઉપર નાળચાવાળો થાળ અથવા પરનાળિયો બાજોઠ મૂકવો. તેમાં પ્રભુજીને બરાબર સ્થિરપણે સ્થાપન કરવા. વિવિધ ઔષધિઓ કેશુડાનાં ફૂલ, સુગંધીવાળો, સુગંધી અત્તર, ગુલાબજળ, તીર્થજળ સોનાના વરખ આદિ મિલાવી એક પવાલી ભરીને પાણી તૈયાર કરવું. દરેક અભિષેકમાં આ પાણી વાપરવાનું છે. અષ્ટમંગલના અથવા મોટી સાઈઝના તાંબા પિત્તળના ત્રણ-ચાર ઘડા ફુલહાર પહેરાવી તૈયાર રાખવા.. અભિષેક માટે મોટા કળશો ૪ તૈયાર રાખવા. મોટા ઘડાઓ લઈને આવવાનું એ ઘડાઓ ત્યાં મૂકી દેવા અને મોટા કળશો દ્વારા અભિષેક કરવા અભિષેક
૬૧