SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ * ત્રીજા દિવસે થનારી ષોડષોપચાર પૂજા તથા અભિષેકની સામગ્રીઓ પણ ગોઠવી દેવી. જ નવગ્રહ દશ દિકપાલના પટ્ટ ઉપરાંત પાટલા પણ રોજ રોજની જિનાર્ચન વિધિ માટે રાખવા. ક પૂજનમાં બેસનાર ભાગ્યશાળીઓએ દશીઓવાળાં શુભ્ર વસ્ત્રાદિ પરિધાન કરી વિવિધ આભૂષણોથી સજ્જ થઈ મુકુટ માળા બાજુબંધ કુંડલ પહેરી સોનેરી તિલક કરી સાક્ષાત્ ઈન્દ્ર ઈન્દ્રાણી સમાન તૈયાર થવું. જ ત્રણેય દિવસ આવી રીતે રંગ રંગના વસ્ત્રો પહેરી બાજુબંધ કુંડલ વગેરે પહેરી તૈયાર થવું. * ઘરેથી વાજતે ગાજતે આડંબર પૂર્વક જિનમંદિરે | પૂજન સ્થળે આવવું. ક પૂજન ચાલુ કરતાં પહેલાં પૂજન સ્થળને સુગંધિ ધૂપથી વાસિત કરી દેવું. જ અભિમંત્રિત સોનાપાણી, ચારે બાજુ છાંટવું. ૐ ભૂર્ભુવઃ સવધાર્યે રવાહા બોલવા પૂર્વક વાસચોખા ચારેબાજુ ઉછાળવા. નિશ્રાદાતા આદીશ્વર ભગવાનનાં પાષાણનાં અથવા ધાતુના મોટાં પ્રતિમાજી સ્થાપવાં. સિંહાસનમાં શાંતિનાથ ભગવાન ચોવિસી કે પંચતિર્થી સ્થાપવા * સિંહાસનની બાજામાં સ્ટેન્ડવાળા બે દીપક સ્થાપવા. * પંડિત વીરવિજયકૃત સ્નાત્ર પૂજા ભણાવવી. જ શાન્તિ સ્નાત્ર મુજબ કુંભસ્થાપના, દિપકરથાપના, જવારા રોપણ કરવા. * ત્યારબાદ જિનાર્ચન વિધિ ચાલુ કરવી.
SR No.006219
Book TitlePoojan Vidhi Samput 04 Arhad Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy